GSTV
Home » News » સ્મૃતિ ઈરાનીએ આશા ભોંસલેની કરી મદદ, ગાયિકાએ ટ્વીટ કરીને કહ્યુ ધન્યવાદ

સ્મૃતિ ઈરાનીએ આશા ભોંસલેની કરી મદદ, ગાયિકાએ ટ્વીટ કરીને કહ્યુ ધન્યવાદ

ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે જાણીતા સિંગર આશા ભોંસલે દિલ્હી પહોંચ્યા હતા. પરંતુ સમારોહ પુરો થયા બાદ તેઓ ભીડમાં એવા ફસાયા હતા કે, બહાર નીકળવા માટે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

આશા ભોંસલેની આ સ્થિતી ઉપર સ્મૃતિ ઈરાનીની નજર પડી હતી અને તેમણે આશા ભોંસલેની મદદ કરી હતી. સ્મૃતિની આ મદદ માટે આશા ભોંસલેએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આશા ભોંસલેએ ટ્વીટર ઉપર તેમનો અને સ્મૃતિનો એક ફોટો શેર કરતાં લખ્યુ હતુકે, પ્રધાનમંત્રીનાં શપથ ગ્રહણ સમારોહ બાદ હુ ભીડમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી.

તે સમયે સ્મૃતિ સિવાય કોઈએ મદદ માટે હાથ લાંબો કર્યો ન હતો. મારી તે સ્થિતીમાં સ્મૃતિની નજર પડી હતી અને બાદમાં તેણે હું ઘરે સુરક્ષિત પહોંચી જઉ તેનું પણ ધ્યાન રાખ્યુ હતુ. તે ધ્યાન રાખે છે, તેને કારણ જ તેણે જીત મેળવી છે. ઉલ્લેખનીય છેકે, રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારતીય સિનેમા, ઉદ્યોગ, રાજકારણ અને ખેલ જગતનાં તમામ દિગ્ગજો પહોંચ્યા હતા.

READ ALSO

Related posts

સુરતમાં ભણતરમાં સ્કોલર અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છાત્રને નથી મળી સરકારી નોકરી, છે આ ઉપાધી કારણ

Nilesh Jethva

વિદ્યાર્થીઓ ભરેલી બસ સ્કૂલના બદલે પહોંચી પોલીસ સ્ટેશને, ડ્રાઈવર દારૂ પી ને…

Nilesh Jethva

અમદાવાદ: BRTS કોરિડોરમાં અકસ્માત રોકવા એએમસીનો નવો પ્રયોગ, 288 ગેટ લાગશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!