GSTV
Home » News » આ દેશમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં શ્રીરામ નારો બોલો તો તમને જેલમાં ધકેલે

આ દેશમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં શ્રીરામ નારો બોલો તો તમને જેલમાં ધકેલે

અમેઠીમાં રાહુલ ગાંધીને ટક્ક્ર આપનારા ભાજપ નેતા અને કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ હિમાચલ પ્રદેશનાં પાલમપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે ભાજપ ઉમેદવાર કિશન કપૂરનાં સપોર્ટમાં સભા સંબોધતા કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ પર તીખા હુમલા કર્યા છે. સ્મૃતિ ઇરાનીએ આરોપ લગાવ્યો કે ભાજપનાં વડા અમિત શાહની કોલકાતા રેલીમાં કોંગ્રેસનાં સાથી પક્ષ તૃણમુલ કોંગ્રેસે જીવલેણ હુમલો કર્યો હતો. બન્ને પાર્ટીને જનતા જવાબ આપશે.રાહુલ ગાંધીનું નામ લીધા વગર ઇરાનીએ જણાંવ્યું કે ટુકડે ટુકડે ગેંગનું સમર્થન પણ આ નેતાઓએ જ કર્યુ હતું.

આ તકે સ્મૃતિ ઇરાનીએ મમતા બેનરજી પર આરોપ કરતા આડકતરી રીતે જણાંવ્યું હતું કે, તમે નસીબદાર છો કે જયારે તમે ‘શ્રી રામ’ નાં નારા લગાવો છો, ત્યારે તમારી ધરપકડ નહીં થાય.આજે ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં એક સામાન્ય નાગરિક માત્ર ‘જય શ્રી રામ’ નારો બોલે ત્યારે કોંગ્રેસના સાથીઓ તેને જેલમાં ધકેલે છે.

READ ALSO

Related posts

અકળાયેલા આતંકવાદીઓએ કાશ્મીરમાં સફરજનના બગીચામાં લગાવી આગ, એક્શનમાં સેના

Bansari

ટ્રાફિકનો દંડ ઘટાડવાની સીએમ રૂપાણી પાસે પણ નથી સત્તા, આ છે દેશનું બંધારણ

Riyaz Parmar

રામ જન્મભૂમિ પર હિંદુઓનો અધિકાર, અયોધ્યા બનશે દુનિયાનું કેન્દ્ર: સુબ્રમણ્યમ સ્વામી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!