ભાવનગર પહોંચ્યા સ્મૃતિ ઈરાની અમેઠીનો મુદ્દો બનાવી બોલ્યા કે રેલવે લાઈન નથી નાખી શક્યા

ભાવનગર શહેર ભાજપ દ્વારા ભાવનગર-અમરેલીના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હાજરી આપીને સંબોધન કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ એનડીએ સરકારની ઉપલબદ્ધિઓ ગણાવીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે 55 વર્ષના શાસનમાં કોંગ્રેસે ન કર્યું તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં કરી બતાવ્યું છે.

રાહુલ ગાંધી પર નિશાન તાકીને કહ્યું કે અમેઠીમાં કોંગ્રેસ 55 વર્ષમાં રેલવે લાઈન નંખાવી શકી નથી તે દેશનો શું વિકાસ કરશે. તો વિપક્ષના મહાગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે આ મહામિલાવટ દેશના વિકાસ માટે નહીં પરંતુ પોતાના વિકાસ માટે થઈ રહી છે. જે લોકો ચીટ ફંડના નામે 20 લાખ લોકોના કરોડો રૂપિયા ખાઈ ગયા છે તેમના પર તપાસનો વિરોધ કરી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter