સ્મૃતિ મંધાના ICCની ‘વર્ષની મહિલા ક્રિકેટર’ અને ‘વર્ષની વન-ડે ક્રિકેટર’ બની

ભારતીય વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને સોમવારે આઈસીસીએ ‘વર્ષની મહિલા ક્રિકેટર’ અને ‘વર્ષની મહિલા વન-ડે ખેલાડી’ પસંદ કરી. ડાબા હાથની પ્રતિભાશાળી બેટ્સમેન મંધાનાએ ‘વર્ષની મહિલા ક્રિકેટર’ બનવા પર રાચેલ હેયો ફ્લિટ પુરસ્કાર જીત્યો. તેમણે 2018માં 12 વન-ડેમાં 669 રન અને 25 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 622 રન બનાવ્યાં. વન-ડેમાં તેમણે 66.90ની સરેરાશથી રન બનાવ્યાં. જ્યારે ટી-20માં તેમનો સ્ટ્રાઇક રેટ 130.67 રહ્યો.

મંધાનાએ વેસ્ટ ઈન્ડીઝમાં મહિલા વિશ્વ ટી-20માં ભારતને સેમીફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમણે આ ટુર્નામેન્ટમાં પાંચ મેચોમાં 125.35ની સરેરાશથી 178 રન બનાવ્યા હતાં. આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ હજી વન-ડે રેન્કિંગમાં ચોથા અને ટી-20 રેન્કિંગમાં 10મા સ્થાન પર છે. મંધાના ઝડપી બોલર ઝૂલન ગોસ્વામી બાદ આઈસીસી પુરસ્કાર મેળવનારી ફક્ત બીજી ભારતીય મહિલા ક્રિકેટર છે. ઝૂલનને 2007માં આઈસીસી વર્ષની ખેલાડી પસંદ કરવામાં આવી હતી.

મંધાનાએ આ અંગે કહ્યું, “જ્યારે આ પ્રકારના પુરસ્કારોથી તમારા પ્રદર્શનને માન આપવામાં આવે તો તેનાથી સખત પરિશ્રમ અને ટીમ માટે સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળે છે.” આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને પણ મંધાનાને શુભેચ્છા આપી. તેમણે કહ્યું, “સ્મૃતિએ મહિલા ક્રિકેટ માટે આ યાદગાર વર્ષમાં પોતાના શાનદાર પ્રદર્શનથી પ્રશંસકોને રોમાંચિત કર્યા હતાં.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન અને વિકેટકીપર એલિસા હીલીને આઈસીસીની વર્ષની ટી-20 આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી. તેમણે મહિલા વિશ્વ ટી-20માં છ મેચોમાં 225 રન બનાવ્યા હતાં. ઈંગ્લેન્ડની 19 વર્ષીય સ્પિનર સોફી એક્લેસટોનને વર્ષની ઉદયમાન ખેલાડી પસંદ કરી. તેમણે નવ વન-ડેમાં 18 વિકેટ અને 14 ટી-20 આંતરરાષ્ટ્રીયમાં 17 વિકેટ લીધી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter