છગ્ગો ફટકારીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી બનાવ્યો નવો રેકોર્ડ , ICCની છે બેસ્ટ ખેલાડી

ભારતની સ્ટાર મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મંધાનાએ બુધવારે ન્યૂઝિલેન્ડ સામે રમાઈ રહેલી ટી-20માં 24 બોલમાં 50 રન ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ટી-20માં ભારત તરફથી આ સર્વશ્રેષ્ઠ સૌથી ઝડપી અડધી સદી છે. આમ છતાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. મંધાનાએ છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. મંધાના અગાઉ ઇંગ્લેન્ડ સામે 25 બોલમાં અડધી સદી ફટકારી ચૂકી છે. મહિલા ટી-20માં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ ન્યૂઝિલેન્ડની સોફિ ડીવાઈનના નામે છે. જેને 2005માં ભારત સામે જ 18 બોલમાં અડધી સદી ફટકારી હતી. મંધાનાએ આ બીજીવાર સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે.

ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડએ 160 રનનો લક્ષ્ય આપ્યો હતો

ન્યૂઝીલેન્ડની સામે 3 ટી-20 મેચની સીરીઝની શરૂઆત વેલિંગટનમાં થઈ ગઈ છે, જયાં વેસ્ટપેક સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડએ 160 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રિયા પૂનિયા 4 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડીઓ તરફથી ન્યૂઝીલેન્ડની સામે સૌથી તેજ અર્ધશતક છે. જેમાં તેમણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા છે. મંધાનાએ 58 રન બનાવ્યા હતા. એના પછી જેમિમાહ પણ 39 રન બનાવીને પેવેલિયનમાં પાછી ફરી ગઈ. ભારત ફક્ત 136 રન બનાવી શકી હતી.

વનડે ટીમના કેપ્ટન મિતાલી રાજને જગ્યા ન અપાઈ

પહેલા બેટીંગ કરતા ન્યૂઝીલેન્ડએ ડિવાઈનના 62 અને સેદરવેટની 33, માર્ટિનની 27 રનોની ઈન્ગિંસનો સહારો લઈ 4 વિકેટ પર 159 રન બનાવ્યા. ભારત માટે દિપ્તિ, રેડ્ડી, રાધા અને પૂનમ યાદવે 1-1 વિકેટ હાંસલ કરી હતી. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે આ મેચમાં વનડે સીરીઝમાં 2-1 થી જીત હાંસલ કર્યા પછી આવી રહી છે. ભારતે આ મેચમાં વનડે ટીમના કેપ્ટન મિતાલી રાજને જગ્યા આપી નથી. ખબર છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજ ઈંગલેંડની સામે આવનારી ઘરેલૂ ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝ પછી ખેલને આ પ્રારૂપથી સંન્યાસ લઈ શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter