GSTV
Home » News » સ્મૃતિ ઈરાની પહોંચ્યાં અમેઠી, સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રામાં થયા સામેલ

સ્મૃતિ ઈરાની પહોંચ્યાં અમેઠી, સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રામાં થયા સામેલ

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીના વિશ્વાસુ ભાજપના નેતા સુરેન્દ્રસિંહની હત્યા બાદ અમેઠીમાં તણાવની સ્થિતિ છે. ત્યારે સુરેન્દ્રસિંહના પરિવાર સાથે સ્મૃતિ ઈરાનીએ મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. જે બાદ તેઓ સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રામાં સામેલ થયા અને તેમની નનામીને કાંધ પણ આપી હતી. મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સો સુરેન્દ્રસિંહને ગોળી મારી ફરાર થઈ ગયા હતા.

મૃતકના પરિવારનો આરોપ છે કે, સુરેન્દ્રસિંહની હત્યા કોંગ્રેસના કાર્યકરોએ કરી છે. સુરેન્દ્રસિંહે ચૂંટણી દરમ્યાન સ્મૃતિ ઈરાની સાથે સતત પ્રચાર કર્યો હતો. હત્યાની ઘટનાને ત્યારે અંજામ આપવામાં આવ્યો જ્યારે તેઓ પોતાના ઘરની બહાર ઊંઘી રહ્યા હતા. અને તેમને ગોળી મારી દેવામાં આવી હતી.

ત્યારે હત્યાની ઘટના બાદ સુરેન્દ્રસિંહના ગામમાં તણાવની સ્થિતિ છે. જેથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે. અને પોલીસે આ મામલે હત્યાની ઘટનાને અંજામ આપનાર અનેક શંકાસ્પદોની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

આ નાઈઝીરીયન ગેંગથી રહેજો સાવધાન, નહીં તો તમારૂ બેન્ક એકાઉન્ટ થશે કોરું ધાકડ

Nilesh Jethva

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!