GSTV
Home » News » સ્મૃતિ ઇરાનીએ કોંગ્રસનાં યુવરાજને આપ્યો સણસણતો જવાબ, કહ્યું કે…

સ્મૃતિ ઇરાનીએ કોંગ્રસનાં યુવરાજને આપ્યો સણસણતો જવાબ, કહ્યું કે…

‘કૌન કહેતા હૈ કી આસમાન મેં સુરાખ નહીં હો શકતા’ આ શબ્દો છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના જ ગઢ અમેઠીમાં હરાવીને સ્મૂતિએ ઈરાનીએ આ શબ્દો લખ્યા હતા. અમેઠીનું અંતિમ પરિણામ આવે તે પહેલા જ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની હાર સ્વીકારી લીધી હતી. જે બાદ સ્મૃ઼તિ ઈરાનીએ આ પ્રતિક્રિયા આપી હતી. છેલ્લી ત્રણ ચૂંટણીઓથી રાહુલ ગાંધી અમેઠીથી જીતતાં આવ્યા છે, પણ આ વખતે સ્મૃતિ ઈરાનીએ રાહુલની પરંપરાગત ગઢનાં કાંગરા ખેરવી નાંખ્યા છે.

અમેઠીમાં સ્મૃતિ ઈરાની 50 હજાર કરતા વધુ મતોથી ચૂંટણી જીત્યા છે. લાંબા સમય બાદ એવું થશે કે અમેઠીથી ગાંધી પરિવારનો કોઈ સભ્ય હાર્યો હોય. 21 વર્ષે આ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. રાહુલ ગાંધી 2004, 2009 અને 2014માં અમેઠીથી સતત જીત મેળવી હતી.

2014માં સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી ચૂંટણી લડી હતી, પણ તે સમયે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં સ્મૃતિએ અમેઠીનો પીછો છોડ્યો ન હતો, અને સતત અમેઠીનો પ્રવાસ કરતા રહ્યા હતા. અને આ જ કારણે આ વખતે દિલચસ્પ લડાઇમાં સ્મૃતિએ બાજી મારી લીધી હતી.

અમેઠી કોંગ્રેસની પરંપરાગત બેઠક

ગુરુવારે સાંજે રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીને શુભકામના પાઠવી હતી. અને સાથે જ અમેઠી પર રાહલે કહ્યું કે, આજે સ્મૃતિજી અમેઠીમાં જીત્યા છે, હું તેમને અભિનંદન પાઠવું છું.

અમેઠીની સીટ પરથી ગાંધી પરિવારના દિગ્ગજ ચૂંટણી લડી ચૂક્યા છે. રાહુલ ગાંધી પહેલાં સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી ચૂંટણી લડ્યા છે, અને જીત્યા છે. સંજય ગાંધીના મોત બાદ તેમની પત્ની મેનકા ગાંધી પણ આ સીટથી ચૂંટણી લડી ચૂક્યા છે, પણ રાજીવ ગાંધીના મુકાબલે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

વિશ્વની સૌથી મોટી બેવરેજ કંપનીએ CCDનો હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!