GSTV
Gujarat Government Advertisement

ફેક ન્યુઝ સંદર્ભે કોઇ ગાઇડલાઇન જાહેર જ નહોતી કરાઇ ! : સ્મૃતિ ઇરાનીનો ખૂલાસો

Last Updated on April 11, 2018 by

તાજેતરમાં ફેક ન્યૂઝ પર ગાઈડલાઈન જાહેર કરીને વાપસીને લઈને એક અહેવાલ આવ્યા હતા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મંગળવારે બપોરે એક હિંદુસ્તાન અખબારના કાર્યક્રમમાં આના સંદર્ભે પુછવામાં આવેલા સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો હતો. અખબારના કાર્યક્રમમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યુ હતુ કે જ્યારે ફેક ન્યૂઝ પર ગાઈડલાઈન જાહેર જ કરવામાં આવી નથી. તો વાપસી કેવી ! આ કાર્યક્રમમાં સવાલનો જવાબ આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ક્હ્યું હતું કે આ મામલે તેઓ પહેલીવાર બોલી રહ્યા છે. પહેલા આના સંદર્ભે મંત્રાલયના અધિકારીઓની પ્રેસ કાઉન્સિલ સાથે બેઠ યોજાઈ હતી. ન્યૂઝ બ્રોડકાસ્ટર એસોસિએશન સાથે પણ ચર્ચા થઈ હતી. માહિતી પ્રસારણ સચિવે બંને સંસ્થાઓ સાથે ચર્ચા કરી હતી.

મંત્રાલય તરફથી તેમને કહેવામાં આવ્યું કે તેમની પાસે આવું કોઈ માળખું નથી કે જેનાથી ફેક ન્યૂઝ વિરુદ્ધ કોઈ આકરું પગલું ભરી શકાય. માળખાગત વ્યવસ્થા બંને સંસ્થાઓ પાસે હોવાનું જણાવીને સ્મૃતિ ઈરાનીએ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે તેમણે બંને સંસ્થાઓને પુછયું હતું કે તેઓ તેમને જણાવે કે આમા શું થઈ શકે છે ? આ પહેલા ચૂંટણી પંચે પેડ ન્યૂઝ પર નક્કર પગલા ઉઠાવ્યા હતા. તેમણે બંને સંસ્થાઓને પુછયું કે તેમની પાસે આચારસંહિતા છે. બંનેએ આને કન્ફર્મ કર્યું. તેમણે ક્હ્યુ કે તમે ચાહો છો કે આનું પાલન થાય. તેમણે આમા સંમતિ આપી હતી.

બાદમાં પ્રેસ ઈન્ફોર્મેસન બ્યૂરોના અધિકારીઓએ કહ્યુ કે આને આપણી ગાઈડલાઈનમાં સામેલ કરવું જોઈએ. ગાઈડલાઈનને સંશોધિત કરતા પહેલા પણ ચર્ચા થઈ. પરંતુ બાદમાં કેટલાક લોકોએ મોઠું ફેરવી લીધું હતું. માટે તેઓ માત્ર એટલું જ કહેશે કે અભિમન્યુની જેમ ચક્રવ્યૂહ તો અહીં પણ રચાયો હતો. પરંતુ તેમનું એટલું સૌભાગ્ય છે કે તેઓ વીરગતિ પ્રાપ્ત કરવાનો ઈન્કાર કરે છે.

આના પર સૌભાગ્ય અથવા સાહસ અથવા દુસ્સાહસ તેવો પૂરક પ્રશ્ન કરતા સ્મૃતિ ઈરાનીએ હાસ્ય સાથે કહ્યું હતું કે દુસ્સાહસ કહી શકાય છે. તેની સાથે તેમણે કહ્યુ હતુ કે જે ગાઈડલાઈન જાહેર જ કરાઈ નથી. તો તેને પાછી કેવી રીતે ખેંચાઈ ? સ્મૃતિ ઈરાનીએ આ કાર્યક્રમમાં એમ પણ કહ્યુ છે કે કોઈ પત્રકારે આની પુષ્ટિ કરી નથી કે જે ગાઈડલાઈન અધિસૂચિત કરાઈ નથી. તેના વિડ્રો કરવાની ઉજવણી કેવી રીતે થઈ ગઈ ?

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!