GSTV

દિકરીના નખરા આ રીતે સહન કરે છે સ્મૃતિ ઈરાની, પોસ્ટ શેર કરી જણાવ્યું કે….

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એકતા કપૂરના ફેમસ શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના કારણે ઘર ઘરમાં ઓળખાતી સ્મૃતિ ઈરાની રાજનીતિમાં આવ્યા બાદ પોતાના તીખા નિવેદનોના કારણે ઓળખાય છે.

સ્મૃતિ ધણી વખત પોતાની અને પોતાના પરિવારની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં જ તેમણે પોતાની દિકરી જોઈશ ઈરાનીની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. તસ્વીરને શેર કરતા તેમણે જણાવ્યું કે,- ‘જ્યારે આ પોતાની આંખો ફેરવે છે, તો તેને જોરથી મારવાનું મન થાય છે પરંતુ નહીં… પછી તમે હસીને વાત પુરી કરી લો છો.’

સોશિયલ મીડિયા પર આ તસ્વીરને અત્યાર સુધીમાં 36269થી વધુ લાઈક્સ મળી ચુકી છે. ફેન્સ આ પોસ્ટ પર કમેન્ટ કરીને આ જોડીને લાજવાબ જણાવી રહ્યા છે. આટલું જ નહીં એક યુઝરે કમેન્ટ કરીને જણાવ્યું- સ્મૃતિ ઈરાની જી તમે ચૂંટણી હારીને પણ મંત્રી કઈ રીતે બની ગઈ?

સ્મૃતિ ઈરાની બ્યુટી પ્રોડક્ટશની જાહેરાતોથી લઈને મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં પણ ભાગ લઈ ચુક્યા છે. 1998માં સ્મૃતિએ મિસ ઈન્ડિયા પેજેન્ટ ફાઈનલિસ્ટમાં પણ પોતાની જગ્યા બનાવી ચુક્યા છે.

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!