GSTV
Home » News » સ્મૃતિ ઈરાની: લોકોનો વોટ બેંકની જેમ ઉપયોગ નથી કર્યો એટલા માટે જ અમેઠીમાંથી મેળવી જીત

સ્મૃતિ ઈરાની: લોકોનો વોટ બેંકની જેમ ઉપયોગ નથી કર્યો એટલા માટે જ અમેઠીમાંથી મેળવી જીત

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ અમેઠીના બહાને નામ લીધા વગર ફરી એક વખત રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ હતુ. સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે વર્ષ 2014માં અમેઠીમાં હાર મળ્યા બાદ પણ મેં અમેઠીના લોકોને એકલા નથી છોડ્યા હતા.

હું અમેઠીમાં જીતવા માટે નહોતી રોકાઇ. હું પોતાની વાત લોકો સમક્ષ મુકવા માટે અમેઠીમાં રોકાઇ હતી. તેમણે જણાવ્યું કે મને કદાચ એટલે જીત મળી કેમકે મેં અમેઠીની પ્રજાને ક્યારેય વોટબેંક નથી સમજી. મેં તેમને કાં તો પોતાના સહયોગી ગણ્યા કાં તો પોતાના પરિવારના સભ્ય માન્યા હતા.

સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે વર્ષ 2014ની ચૂંટણીમાં મને મળેલા વોટે સાબિત કર્યું હતુ કે અમેઠીની પ્રજાને મદદ જોઇએ છે. અહીં કેટલાક લોકો પેટ ભરવા માટે કીચડમાંથી અનાજ કાઢી રહ્યા હતા. તેમણે રાહુલ ગાંધીને સવાલ કર્યો કે લોકો ભૂખ્યા રહે અને તમે તેની મદદથી વડાપ્રધાન બની જશો. આ એક એવી બાબત છે જેનો હું સ્વીકાર કરી શકું નહીં.

READ ALSO

Related posts

સુરતમાં ભણતરમાં સ્કોલર અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છાત્રને નથી મળી સરકારી નોકરી, છે આ ઉપાધી કારણ

Nilesh Jethva

વિદ્યાર્થીઓ ભરેલી બસ સ્કૂલના બદલે પહોંચી પોલીસ સ્ટેશને, ડ્રાઈવર દારૂ પી ને…

Nilesh Jethva

અમદાવાદ: BRTS કોરિડોરમાં અકસ્માત રોકવા એએમસીનો નવો પ્રયોગ, 288 ગેટ લાગશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!