GSTV
Home » News » સ્મૃતિ ઈરાનીને દિલ્હી હાઈકોર્ટમાંથી છ વર્ષ જૂના એક મામલામાં મોટી રાહત મળી

સ્મૃતિ ઈરાનીને દિલ્હી હાઈકોર્ટમાંથી છ વર્ષ જૂના એક મામલામાં મોટી રાહત મળી

કેન્દ્રીય ટેક્સટાઈલ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને દિલ્હી હાઈકોર્ટમાંથી છ વર્ષ જૂના એક મામલામાં મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સ્મૃતિ ઈરાની વિરુદ્ધના કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ દ્વારા દાખલ કરાવવામાં આવેલા બદનક્ષીના કેસને રદ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે માન્યું છે કે સંજય નિરૂપમે લાઈવ ટીવી ડિબેટ દરમિયાન જે પ્રકારે સ્મૃતિ ઈરાની પર વ્યક્તિગત હુમલો કરીને તેમના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો, તેના કારણે તેમના ઉપર બદનક્ષીનો કેસ બને છે.

મહત્વપૂર્ણ છે કે એક ટેલિવિઝન શૉ દરમિયાન સંજય નિરૂપમે સ્મૃતિ ઈરાની પર અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. બાદમાં બંનેએ એકબીજા વિરુદ્ધ બદનક્ષીના કેસ કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ સ્મૃતિ ઈરાની પરનો બદનક્ષીનો કેસ રદ થયો છે. પરંતુ સંજય નિરૂપમ પરનો બદનક્ષીનો કેસ ચાલુ રહેશે. હાલ આ કેસ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાલી રહ્યો છે. પોતાની વિરુદ્ધની એફઆઈઆર રદ કરવા માટે બંનેએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેના સંદર્ભે સ્મૃતિ ઈરાનીની તરફેણમાં કોર્ટે આદેશ આપ્યો છે. આ પહેલાની સુનાવણીમાં હાઈકોર્ટે બંને પક્ષોને સમજૂતી કરવાનો મોકો પણ આપ્યો હતો. પરંતુ તેના માટે બંનેમાંથી કોઈ નેતા તૈયાર થયા ન હતા.

સ્મૃતિ ઈરાનીએ કોર્ટમાંથી આવેલા રાહત ભરેલા આદેશ પર દિલ્હી હાઈકોર્ટનો આભાર માન્યો છે અને ટ્વિટ કરીને લખ્યું છે કે તેમની લડાઈ આગળ પણ ચાલુ રહેશે. પટિયાલા હાઉસ કોર્ટમાં આ મામલા સાથે જોડાયેલી ટ્રાયલમાં અત્યાર સુધીમાં બંને નેતાઓ પોતપોતાના નિવેદનો દાખલ કરાવી ચુક્યા છે. પટિયાલા હાઉસ કોર્ટમાં ગત સુનાવણી દરમિયાન પણ સ્મૃતિ ઈરાનીએ ન્યાયાધીશની સમક્ષ આવીને આના સંદર્ભે વાંધો વ્યક્ત કર્યો હતો. સંજય નિરૂપમે કોર્ટરૂમમાં પણ તેમની સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

Related posts

દિલ્લીની મેટ્રોમાં એક વાર ફરી પ્રેમી યુગલનો kiss કરતો વીડિયો થયો વાયરલ

Dharika Jansari

ધર્મના આધારે નાગરિકતા બિલને મંજૂરી ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’ બનાવશે : થરૂર

Mayur

આજે લોકસભામાં રમખાણ થવાની શક્યતા વચ્ચે અમિત શાહ નાગરિકતા બિલ રજુ કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!