GSTV

B’day Special: 21 વર્ષોમાં આટલું બદલાયું સ્મૃતિ ઇરાનીનું જીવન, જુઓ મોડલિંગથી લઇને મંત્રી બનવા સુધીની તસવીરી ઝલક

Last Updated on March 23, 2019 by Mayur Vora

ટીવીથી લઇને રાજકારણ સુધી પોતાના કરિયરની બાગડોર સંભાળનાર સમૃતિ ઇરાનીને આજે આખો દેશ જાણે છે. જો કે હાલ સ્મૃતિ ઇરાની નરેન્દ્ર મોદી સરકારમાં ટેક્સટાઇલ મિનિસ્ટરના પદ પર કાર્યરત છે. પરંતુ તેની પહેલા સ્મૃતિ એકતા કપૂરના શૉ ‘ક્યોંકી સ ભી કભી બહુ થી’નો એક જાણીતો ચહેરો હતી.

સ્મૃતિનુ કરિયર હંમેશા જ લાઇમલાઇટમાં રહ્યું છે. એક્તા કપૂરના એક શૉએ સ્મૃતિનાં કરિયરમાં તેને એવી ઓળખ અપાવી છે જે આજીવન તેની સાથે રહેશે.

તમને જણાવી દઇએ કે ટેલીવિઝન પર પોકાની કરિયર બનાવતા પહેલાં સ્મૃતિ મોડેલિંગમાં પોતાનું કરિયર અજમાવ્યુ હતું. આજે સ્મૃતિનો જન્મદિવસ છે અને આ ખાસ અવસરે આપણે વાત કરીએ સ્મૃતિના જીવનના ખાસ પાસાઓ વિશે જે તમે નહી જાણતા હોય.

જણાવી દઇએ કે સ્મૃતિ ઇરાનીનો જન્મ 23 માર્ચ 1976ના રોજ દિલ્હીમાં થયો હતો. સ્મૃતિ ઇરાની 3 બહેનોમાં સૌથી મોટી છે. સ્મૃતિ 1998માં મિસ ઇન્ડિયાની ફાઇનલિસ્ટ રહી ચુકી છે. જણાવી દઇએ કે ટીવી સિરિયલ ‘આતિશ’તી પોતાની ટીવી કરિયર શરૂ કરનાર સ્મૃતિ આજે એક એવો ચમકતો સિતારો છે જે હંમેશાથી જ ટીવીની દુનિયામાં ફેમસ રહેશે.

2003માં સ્મૃતિ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ હતી. જે બાદ તેણે રાજકારણમાં પોતાની કારકિર્દી શરૂ કરી અને આજે તે મોદી સરકારની એક મુખ્ય નેતા છે. જો કે ટીવીએ સ્મૃતિને ઘણી લોકપ્રિયતા અપાવી છે અને રાજકારણમાં તેને પોતાની જાતને સાબિત કરવામાં વધુ મહેનત કરવી નથી પડી.

 જણાવી દઇએ કે સૌપ્રથમ સ્મૃતિને મહારાષ્ટ્રના યૂથ વિંગની વાઇસ પ્રેસિડેન્ટ બનાવામાં આવી હતી જે બાદથી તેનું કરિયર સતત ચર્ચામાં છે.

Read Also

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!