GSTV

કામના સમાચાર/ ધૂમ્રપાનનું વધારે સેવન તમને બનાવી શકે છે આંધળા, જાણો તેના ભયંકર નુકસાન

ધુમ્રપાન

Last Updated on October 19, 2020 by Ankita Trada

મહત્તમ લોકોનું માનવુ છે કે, ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેનાથી કેન્સર અને ફેફસા ખરાબ થઈ જવાનો ખતરો બની રહે છે, પણ શું તમે જાણો છો કે, ધૂમ્રપાનની લત તમને આંધળુ બનાવી શકે છે. તેનાથી તમારા ખૂનમાં નિકોટિનનું પ્રમાણ વધી જાય છે. જેનાથી આંખોનું લાલ થવુ, ઝાંખી દેખાવી, આંખોની રોશની ઓછી થવી અને આંખોમાં બળતરા થવા જેવા લક્ષણ જોવા મળે છે. જે રેટીના માટે ખતરનાક છે. સાથે જ તેની અસર શરીરના અન્ય ઘણા અંગ પર પણ પડે છે. તો આવો અમે તમને જણાવીએ છે કે, ધૂમ્રપાન કેમ તમારી આંખોને પ્રભાવિત કરી શકે છે.

મોતિયાબંધ હોવાની સંભાવના

ધૂમ્રપાનથી આંખોની ઘણી સમસ્યાઓ હોઈ શકે છે જેમાંથી મોતિયાબંધ છે. તંબાકૂના સંપર્કમાં આવનાર લોકોમાં બીજાની સરખામણીમાં મોતિયાબંધ હોવાનો ખતરો વધુ મળી આવે છે. આ પ્રકારે ન્યૂક્લિયર અને પોસ્ટિયર પોલર કિસ્મના કેટરેક્ટ પણ આ જ લોકોને નાની ઉંમરમાં જ થવા લાગે છે.

લોહીમાં નિકોટિનનું સ્તર વધી જવુ

બીડી, સિગરેટ અને ગુટખામાં નિકોટિનથી ભરપૂર તંબાકુ મળી આવે છે. જેનાથી તમારા શરીર પર ખરાબ પ્રભાવ પડે છે. લાંબા સમય સુધી ધૂમ્રપાન કરનાર લોકોની આંખમાં બળતરા થવી સામાન્ય હોય છે. જો સમય રહેતા બંધ નહી કરી તો, આ તમારી રેટિનાને નુકસાન પહોંચાડી શકે છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટિઝા રોગિઓને ધુમ્રપાન બિલકુલ પણ કરવો જોઈએ નહી.

આંખોની નમી ઓછી થઈ જાય છે

ધૂમ્રપાન કરનાર લોકોની આંખોને તંબાકુના ઝેરી ધુમાડામાં હાજર રસાયણથી નુકસાન થઈ શકે છે. તેના ધુમાડામાં હાજર કાર્બન પાર્ટિકલ્સ પલકો પર જમા થઈ શકે છે. જેના કારણે આંખોની નમી અને ભેજ ખતમ થઈ શકે છે. જો આ લાંબા સમય સુધી બનેલ રહે તો આંખોમાં પણ ખંજવાળ હોય છે અને નજરમાં ઝાંખાપણુ થઈ શકે છે. તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે.

READ ALSO

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

કોરોના/ ટોક્યોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં ઉછાળો, અમેરિકામાં સતત બીજા દિવસે કેસનો આંકડો લાખ નજીક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!