Last Updated on April 7, 2021 by Bansari
સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ તેમને હોમ કોરોનટાઈન કરવામાં આવે છે. સંક્રમણ અટકાવવા માટે પાલિકા દર્દી તથા તેમના સગા ને હોમ કોરોનટાઈન કરે છે પરંતુ કેટલાક લોકો આ નિયમનો ભંગ કરી રહ્યા છે. જેના કારણે સંક્રમણ વધતું હોવાનું ધ્યાને આવતા મહાનગરપાલિકા હવે દર્દીનાં લોકેશન મોબાઇલ ટાવરથી ટ્રેસ કરશે. જેમાં ભંગ થતો હોવાનું જણાશે તો પાલિકા તંત્ર પોલીસ ફરિયાદ સુધીની કામગીરી કરશે.

હોમ કોરોનટાઈનના નિયમનો ભંગ કરશો તો ભરાશો
સુરતમાં દિવસેને દિવસે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં હાલ સારવારની જરૂર ન હોય તેવા તથા કોઇ પણ લક્ષણ ન ધરાવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. કોઈ લક્ષણ ન ધરાવતા હોય તેવા દર્દીઓ અનેક લોકોને સંક્રમણનો ભોગ બનાવી શકે તેમ છે. પાલિકા તંત્ર આવા દર્દીને હોમ કોરોનટાઈન કરે છે પરંતુ કેટલાક દર્દી અને તેમના સગા આ નિયમનો ભંગ કરી રહ્યા છે.
આ ફરિયાદ નો ભંગ ન થાય તે માટે મહાનગરપાલિકાએ એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. જેના પર મળેલી ફરિયાદના આધારે મહાનગરપાલિકાએ પાંચ લોકો પર પોલીસ કેસ કર્યો છે. જોકે ફરિયાદ બાદ દર્દી કે તેમના સગાઓ બહાર નીકળ્યા હોવાની વાત કરે છે અને બહાર નીકળ્યા હોવાની સાબિતી મળતી નથી તેથી વિવાદ થાય છે.

મોબાઇલ ટાવરથી ટ્રેસ કરાશે દર્દી કે દર્દીના સગાના લોકેશન
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. જલ્દી નો ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે પાલિકાતંત્ર દર્દીના મોબાઈલ નંબર લઈ લે છે. મહાનગરપાલિકા આ નંબરો ના મોબાઇલ ટાવરને ટ્રેસ કરશે. દર્દી કે તેમના સગાના મોબાઈલ નંબરના ટાવર ઘરની બહાર માલુમ પડશે એટલે પાલિકાતંત્ર નિયમનો ભંગ કરવા બદલ તેમની સામે પોલીસ કેસ કરશે. પોઝિટિવ હોવા છતાં દર્દી અને તેમના સગા બહાર નીકળીને અન્યમાં સંક્રમણ ફેલાવી રહ્યા છે તેઓમાં દાખલો બેસાડવા મહાનગરપાલિકા હવે મોબાઇલ ટાવર ટ્રેસ કરીને પગલાં ભરશે.
Read Also
- લાલુયાદવને હાઈકોર્ટમાં મળી મોટી રાહત/ જેલમાંથી બહાર આવવાનો રસ્તો થયો સાફ, દુમકા કૌભાંડ કેસમાં મળ્યા જામીન
- ખુશખબર: ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી, આ વખતે યુવતીએ હા પાડી દીધી
- લીમડાના પાનના આ ચોંકાવનારા ફાયદા તમે નહીં જાણતા હોય, દિવસમાં આટલા પાન ખાઓ અને થઇ જાઓ રોગમુક્ત
- ટી-20 વર્લ્ડકપ/ અમદાવાદમાં રમાઈ શકે છે ફાઈનલ મેચઃ પાકિસ્તાની ટીમનો ભાગ લેવાનો રસ્તો ક્લિયર, ભારત સરકારની વીઝા માટે સંમતિ
- કોરોનાનો કહેર/ સ્મશાનો ફૂલ તો કોલોનીમાં કરાયા અગ્નિસંસ્કાર, વીડિયો વાયરલ થતાં બેસાડી તપાસ
