GSTV

સુરત મહાનગરપાલિકાનું બજેટ થયું રજું, જાણો ટેક્ષ પર શું લીધો નિર્ણય

Last Updated on January 5, 2019 by

સુરત મહાનગરપાલિકા કમિશ્નર એમ થેન્નારાશને આજે વર્ષ ૨૦૧૮-૧૯નું રિવાઈઝ અને ૨૦૧૯-૨૦નું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટનું કદ ગત વર્ષ કરતાં થોડું વધારીને ૫૫૯૯ કરોડનું કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશ્નરે રજુ કરેલા બજેટમાં સુરતીના માથે કઈ પણ જાતના કર વેરા કે વાહન ચાર્જમાં વધારો કરવામાં આવ્યો નથી.  બજેટમાં ટ્રાફિક અને  પર્યાવરણ સાથે ઈ ટ્રાન્સપોર્ટ અને તાપી શુધ્ધિકરણ પર ભાર મુકવામા આવ્યો છે. બજેટમાં તાપી નદી પર બેરેજ અને નવા વહિવટીભવનની કામગીરી કરવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.

સુરત મ્યુનિ. કમિશ્નરે આજે બજેેટ રજુ કરતાં કહ્યું હતું કે, સુરત શહેરને વૈશ્વિર દરજ્જાનું શહેર બનાવવા ના સંકલ્પને કેન્દ્રમાં રાખીને  વિકાસના કામોની પ્રગતિ માટેનું આ બજેટ છે. બજેટમાં સામાન્ય વેરા કે યુઝર ચાર્જ અને વાહન  વ્યવહારામં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. ગત વર્ષે ૫૩૭૮ કરોડું બજેટ હતું જેમાં ૨૨૧ કરોડનો વધારો કરીને ૫૫૯૯ કરોડનું બજેટ રજુ કરાયું છે. આ બજેટમાં પાર્કિંગ પોલીસીનો તબક્કાવાર અમલ ગ્રીન બસ સાથે સામુહિક પરિવહનનો  ખ્યાલ રખાશે. પર્યાવરણનો ખ્યાલ રાખીને શહેરમાં ૫૦ ઈ બસ અને ૧૫ ઈ રીક્ષા માટે આયોજન કરવામાં આવ્યું છે. 

આ ઈ બસ અને ઈ રીક્ષાની ઉર્જા પણ રિન્યુએબલ રીતે મેળવવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, આ વર્ષે કેપીટલ કામો પાછળ ૨૫૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઉટકમ બજેટમાં ૧૬૬૫ કરોડના ૩૯૩ કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલિકાની રેવન્યુ આવક ૨૦૮૧-૧૯માં  ૨૭૯૧ કરોડની હતી જેનો ૨૦૧૯-૨૦માં ૨૯૩૯ કરોડનો અંદાજ કરાયો છે. લોકો જાહેર પરિવહન સેવાનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે સ્માર્ટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. 

શહેરની મોટા ભાગની લાઈટને એલ.ઈ.ડી.માં ફેરવવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે પાવરની બચત થશે. આ ઉપરાંત સુરતમાં આઘામી વર્ષમાં ૧૫૨૩૨ આવાસ બનાવવા સાથે દરેક આવાસમાં રાધણગેસની સુવિધા માટે પણ સંકલ્પ કરવામા ંઆવ્યો છે. આ ઉપરાંત સુરતના પર્યાવરણને ધ્યાનમાં રાખીને નવા ગાર્ડન બનાવવા સાથે જુના મોટા પાંચ ગાર્ડનને રી ડેવલપ કરવામા આવશે. સુરતીઓનું જાહેર આરોગ્ય જળવાઈ રહે તે માટે મોઈબલ ફુડ લેબોરેટરી શરૂ કરવા સાથે મસ્કતી અને સ્મીમેર હોસ્પીટલનું ભારણ ઘટાડવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંપરાગત   સ્ત્રોતથી વીજળી મેળવવા માટે સુરત મ્યુનિ. સંચાલિત સ્કુલોની છત પર સોલાર પ્લાન મુકાશે. આ બજેટમાં કોઈ પણ જાતના વેરા વધારો કરવામા આવ્યા નથી પણ તેની સાથે શહેરમાં ૯ જેટલા મોટા બ્રિજ બનાવવા માટે પણ આયોજન કરવામા આવ્યું છે.

બજેટની હાઈ લઈટ

– કુદ અંદાજીત બજેટ ૫૫૯૯ કરોડ રૂપિયા

– કુલ કેપીટલ બજેટ રૂા. ૨૫૧૫ કરોડ

-આઉટકમ બેઈઝ બજેટ રૂા. ૧૬૬૬ કરોડ કુલ ૩૯૩ કામો

– શહેરને વૈશ્વિક દરજ્જાની સ્માર્ટ સીટી બનાવવાનો સંકલ્પ

– શહેરના તમામ વિસ્તાર અને ઘટકો સુધી લાભ આપતી માળખાગત સુવિધાના વિકાસ પર ભાર

–  સીટી બ્યુટીફીકેશન, સ્કીલ અપગ્રેડેશન તથા સામાજિક સુરક્ષા અને પર્યાવરણ માટે પગલાં

– વેન્ડર સ્પેશ, પેડેસ્ટ્રીયન સેફ્ટી, સ્પેશ તથા સ્પેશ મેઈકીંગ

– ટ્રાફિક અને પર્યવારણને ધ્યાનામ ંરાખીને પાર્કિંગ પોલીસીનો અમલ, તથા ઈલેક્ટ્રોનિક અને ગ્રીન વાહનોનો ઉપયોગ, સામુહિક પરિવહનને પ્રાધાન્ય

– સસ્ટેનેલ સીટી બનાવવા તરફ વિશેષ ધ્યાન , રીસાયકલીંગ ઓફ વોટર, રીન્યુએબલ એનર્જી , ગ્રીન સ્ક્રેપ અને યેલ્લો સ્કીલ ડેવલપમેન્ટ

બજેટની સાથે સાથે

– વાહન વેરો, મિલ્કત વેરો કે યુઝર ચાર્જમાં કોઈ વધારો નહીં

– બજેટનો સૌથી વધુ ખર્ચ શહેરની ડ્રેનેજ સ્ટ્રોમ ડ્રેનેજ  માટે બજેટના ૧૫ ટકા એટલે ૬૧૭ કરોડ ખર્ચાશે.

– કેબલ સ્ટેઈડ બ્રિજ પર પીપીપી ધોરણે લાઈટીંગ કરાશે

– સુરત શહેરમા ંજે તમામ લાઈટ છે તે લાઈટને એલઈડી તરીકે કન્વર્ટ કરવામાં આવશે.

-પાલિકાના ગાર્ડનમાં સેલ્ફી વિથ સોલારનો કન્સેપ્ટ કરાશે

– સ્મીમેર હોસ્પીટલમાં આઈસીયુમાં દાખલ દર્દીના સગાંને રહેવા ડોરમેટ્રી બનાવાશે

– સુરત મહાનગરપાલિકાની મિલ્કતમાં  ગ્રીન ટોપ, ગ્રીન સ્કેપ, ગ્રીન રૂફ ટોપ બનાવવામાં આવશે

–  આગામી વર્ષમાં સુરત શહેરમાં ૧૦ લાખ રોપા રોપવા માટે આયોજન

– પાલિકાની બી.આર.ટી.એસની વધુ ૫૦ બસ ઉમેરાશે

– હાલ ૨૭૫ સીટી બસ છે તેમાં વધુ ૧૫૫ બસ ઉમેરવાનું આયોજન

– તાપી નદીમા ઉમરા-ભાઠા વચ્ચે બેરેજ બનાવવા માટે જોગવાઈ

૨૦૧૯-૨૦નો રેવન્યુ  ખર્ચ ( રૂા. કરોડમાં)

બજેટનું હેડ ૨૦૧૮-૧૯ સુધારેલ ૨૦૧૯-૨૦ અંદાજ

એસ્ટોબીલ્સમેન્ટ ૧૫૮૧ ૧૬૦૯

વહિવટી અને જનરલ ખર્ચ ૧૪૨ ૧૪૭

મરામત અને નિભાવ ખર્ચ ૬૮૭ ૭૨૭

કોન્ટ્રીબ્યુશન સબસીડી ગ્રાન્ટ ૧૫૭ ૧૬૪

અન્ય નાણાંકીય ખર્ચ ૧૪ ૩૪

ધસારો ૪૦૩ ૪૦૩

કુલ ૨૯૮૪ ૩૦૮૪

૨૦૧૯-૨૦નો રેવન્યુ આવક ( રૂા. કરોડમાં)

વિભાગ૨૦૧૮-૧૯ સુધારેલટાકાવારી
ડ્રેનેજ૬૧૭૨૫
હાઉસીંગ૫૭૩૨૩
રોડ૨૭૮૧૧
ટાઉન પ્લાનીંગ૨૫૨૧૦
બ્રિજ૨૧૦
અન્ય૧૭૯
પાણી પુરવઠો૧૬૮
સોલીડવેસ્ટ- ગાર્ડન૯૩
ટ્રાફિક-હાઈમોબીલીટી૬૨
સ્ટ્રીટલાઈટ૪૪
એર્બન ટ્રાન્સપોર્ટ૨૬
ફાયરઈમરજન્સી૧૩
કુલ૨૫૫૧૧૦૦

૨૦૧૯-૨૦નો રેવન્યુ આવક અને ખર્ચ

– રેવન્યુ આવક ૨૯૩૯ કરોડ

– રેવન્યુ ખર્ચ ૩૦૮૪ કરોડ ( ૪૦૩ કરોડના નોનકેસ ઘસારા સહિત)

– મહેકમ ૧૬૦૯ કરોડ

– મરામત નિભાવ તથા વીજળી ખર્ચ- ૭૨૭ કરોડ

– સામાન્ય વહિવટી ખર્ચ- ૧૪૭ કરોડ

–  ગ્રાન્ટ અને ફાળોઃ ૧૬૪ કરોડ

-નોન કેસ ઘસારોઃ ૪૦૩ કરોડ

– અન્ય ખર્ચ- ૩૪ કરોડ

મહેકમ ખર્ચ ( ૨૦૧૯-૨૦)

પગાર૧૦૪૧
નિવૃત્તિ સમયનો રજા પગાર૭૦
પેન્સન૨૩૦
સ્ટાઈપેન્ડ વિગેરે૧૦૮
કુલ૧૬૦૯

રેવન્યુ આવક- ખર્ચ રૂપિયા ક્યાંથી આવશે?

ઓકટ્રોની અવેજીની ગ્રાન્ટ૨૭
જનલર ટેક્સ૧૪
યુઝર ચાર્જ૨૨
વાહન વેરો
વ્યવસાય વેરો
નોન ટેક્સ રેવન્યુ૨૪
રેવન્યુ ગ્રાન્ટ સબસીડી
અન્ય આવક
કુલ૧૦૦

રેવન્યુ આવક- ખર્ચ રૂપિયા ક્યાં જશે

એસ્ટાબ્લીસમેન્ટ૫૨
વહિવટી અને જનરલ ખર્ચ
મરામત અને નિભાવ ખર્ચ૧૪
સર્વિસસ અને પ્રોગ્રામના ખર્ચ૧૦
કોન્ટ્રીબ્યુશન સબસીડી ગ્રાન્ટ
લોન ચાર્જીસ તથા નાણાંકય ખર્ચ
ધસારો૧૩
કુલ૧૦૦

Related posts

રડતા બાળકોની વિનંતીની પથ્થર દિલની મહિલા પર ના થઇ કોઇ અસર, કહ્યું- પતિ સાથે નહીં ફેસબુક ફ્રેન્ડ સાથે જ રહીશ

Bansari

પવાર સાથેની મુલાકાત બાદ મમતા બેનર્જીનું મોટું નિવેદન, ભાજપ વિરોધી દળોએ બનાવવો પડશે મજબૂત વિકલ્પ

Dhruv Brahmbhatt

નવી શિક્ષણનીતિનો નવો પ્રયોગ/ B.Scમાં બેઠકો ખાલી રહેતા બીજા સત્રમાં પણ નવા પ્રવેશની વિચારણા, 8 હજારથી વધું બેઠકો ખાલી રહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!