આ વર્ષની શરૂઆતથી જ માર્કેટમાં નવા-નવા સ્માર્ટફોન્સ લૉન્ચ થઇ રહ્યાં છે. પરંતુ તેવામાં ઘણાં ફોન એવા પણ છે જે સામાન્ય લોકોના બજેટમાં ન આવે એટલા મોંઘા છે. તેવામાં જો તમે ઓછા બજેટમાં અને સસ્તો સ્માર્ટફોન ખરીદવા માગતા હોવ તો અમે તમારા માટે 7 હજાર રૂપિયાથી ઓછી કિંમતે મળતા શાનદાર સ્માર્ટફોન્સ વિશે જણાવી રહ્યાં છીએ….
Moto E6s

મોટોરોલના ફોન્સ ઘણાં સારા માનવામાં આવે છે. Moto E6sને ઇકોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટની રિપબલિક ડે સેલમાં ખરીદી શકો છો. આ ફોનની અસલ કિંમત 9,999 રૂપિયા છે જેને તમે 6,499 રૂપિયામાં ખરીદી શકો ચો. ફીચર્સની વાત કરીએ તો આ ફોનમાં 6.1 ઇંચની એચડી ડિસ્પ્લે મળશે, જેનો રિઝોલ્યુશન 720X1560 પિક્સલ છે. કેમેરાની વાત કરીએ તો તમને તેમાં ડ્યુઅલ રિયર કેમેરા મળશે, જેમાં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી સેંસર અને 2 મેગાપિક્સલનો સેંસર છે. સાથે જ તમે 8 મેગાપિક્સલ વાળા કેમેરાથી શાનદાર સેલ્ફી ક્લિક કરી શકો છો.
Nokia 4.2

મોટોરોલા ઉપરાંત નોકિયા 4.2ને પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે. ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન પર ચાલી રહેલી બંપર સેલમાં નોકિયા 4.2નુ 3જીબી રેમ વાળુ વેરિએન્ટ 5,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જો કે આ ફોનની અસલ કિંમત 12,999 રૂપિયા છે. ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં 2.5ડી કર્વ્ડ ગ્લાસ વાળી ડિસ્પ્લે મળશે. સાથે જ કંપનીએ આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા આપ્યો છે. જેમાં એક કેમેરા f/2.2 અપર્ચર સાથે 13 મેગાપિક્સલનો અને બીજો 2 મેગાપિક્સલનો છે. સાથે જ ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે.
Honor 7C

એમેઝોનની સેલ દરમિયાન Honor 7Cને માત્ર 6,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનની અસલ કિંમત 12,999 રૂપિયા છે સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ ફોનમાં 5.99 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ પરાંત ફોનમાં ક્વૉલકૉમનો સ્નેપડ્રેગન 450 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 3GB +32GB અને 4GB + 64GB વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા (13+2 મેગાપિક્સલ) સેટઅપ છે અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
Coolpad Cool 5

કૂલપેડના ફોન ભારતીય માર્કેટમાં બજેટ ફોન માટે જાણીતા છે. કૂલપેડ કૂલ 5 હાલ 6,999 રૂપિયાની કિંમત સાથે એમેઝોન પર ઉપલબ્ધ છે. જો કે તેની અસલ કિંમત 8,999 રૂપિયા છે. ફીચર્સની વાત કરીએ તો કંપનીએ આ ફોનમાં 6.22 ઇંચની ડિસ્પ્લે આપી છે. જેનું રિઝોલ્યુશન1520X720 પિક્સલ છે. સાથે જ આ ફોનની રિયરમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવે છે. આ ઉપરાંત ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલનો કેમેરા છે.
Read Also
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી
- મોટાભાગના ખેડૂતો નથી જાણતા કે શું છે નવા ત્રણ કૃષિ કાયદા, નહીંતર આખો દેશ ભડકી ઉઠે: વાયનાડથી બોલ્યા રાહુલ ગાંધી
- રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન
- દિલ્હી હિંસા બાદ ખેડૂત નેતાઓ બેકફૂટ પર: આ નેતાએ માફી માગતા કહ્યું, અમે શર્મસાર, 30મીએ રાખીશું ઉપવાસ
- NCC કાર્યક્રમમાં જોવા મળ્યો યુવાનોનો જોશ, પીએમ મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર