જો તમે સ્માર્ટફોનની મદદથી શાનદાર ફોટોગ્રાફી કરવા માંગો છો, તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી ફોટોગ્રાફીને આગળના સ્તર પર લઈ જશે.

તમારા સ્માર્ટફોનમાં એક ફ્લેશ લાઈટ હોવી જોઈએ, તે સાંજના સમયે ફોટો ક્લિક કરવાનું સરળ બનાવે છે. ફોટા ક્લિક કરવા માટે તમારે કેમેરા લેન્સ એટેચમેન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આ ખુબ જ સસ્તા હોય છે અને શ્રેષ્ઠ ફોટા ક્લિક કરવામાં મદદ કરે છે.
સ્માર્ટફોનમાં ફોટો ક્લિક કરતી વખતે હંમેશા હવામાન અને લાઇટિંગ અનુસાર જ મોડની પસંદગી કરવી જોઈએ. જો તમે રાત્રે ફોટા ક્લિક કરતા હોવ તો નાઇટ મોડ પસંદ કરો, જો તમે આઉટડોરમાં હોવ તો આઉટડોર મોડ પસંદ કરવો જરૂરી છે. સ્માર્ટફોનમાંથી ફોટો ક્લિક કરતી વખતે તમારે ટ્રાઈપોડનો ઉપયોગ પણ કરવો જોઈએ કારણ કે જો તમે HDR મોડમાં ફોટા લઈ રહ્યા છો, તો હાથને સ્થિર રાખવું પડે છે.

ફોટોગ્રાફી કરતી વખતે લાઈટિંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો લાઈટિંગ યોગ્ય હોય તો તમારે વધારે કોઈ ખાસ સેટિંગ કરવાની જરૂર નથી. જો તમે આઉટડોરમાં ફોટોગ્રાફી કરો છો, તો તમારે લાઈટિંગ માટે અલગ વ્યવસ્થા કરવાની જરૂર નથી. સામાન્ય ફોટોની ક્વોલિટી સારી જ હશે અને તમારે એડિટિંગ પણ નહિ કરવું પડે.
Also Read
- VIDEO/ વ્યક્તિએ બનાવ્યું આમલેટવાળું ચાઉમીન, જોતા જ ભડકી પબ્લિક, બોલી- બસ કરો અંકલ
- વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવા આપી મંજૂરી
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો