વર્તમાન સમયમાં વોટ્સએપ સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતા એપ પૈકીનો એક છે. આ એપના માધ્યમથી કોઈની સાથે ચેટ કરવું, ફોટા કે વીડિયો મોકલવા ખુબ જ સરળ છે. લોકો ફોટા અને વીડિયો સતત એકબીજાને તેના માધ્યથી મોકલે છે અને પરિણામે ક્યારે એવી સ્થિતિ આવે છે કે જ્યારે સ્ટોરેજ ધીરે ધીરે ભરવા લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે વોટ્સએપ પર જે પણ ફોટા, વીડિયો કે સામગ્ર મોકલવામાં આવે છે તે ડિફોલ્ટરૂપે સેવ થઈ જાય છે.

આ પછી જ્યારે યુઝરને લાગે છે કે હવે સ્માજર્ટફોન ફુલ થવા આવ્યું છે, ત્યારે તેઓ મોબાઈલ ફોનની ગેલેરીમાંથી એક-એક ફોટા ડિલીટ કરવા બેસે છે. પરતું યુઝર્સની આ સમસ્યાનો ઉકેલ વોટ્સએપ દ્વારા આપવામાં આવી છે.
વોટ્સએપ પર એક ફિચર છે, જેની મદદથી યુઝર વોટ્સએપની મીડિયા વિઝિબિલિટીને ઓફ કરી શકે છે. આવું કરવાથી મોકલવામાં આવેલા ફોટા કે વીડિયો ડિવાઈસની ગેલેરીમાં આપોઆપ સેવ નહિ થાય. આ સિવાય તમે વોટ્સએપ ચેટ અને ગ્રુપ્સ માટે પણ આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહિ આ સુવિધાનો ઉપયોગ કેટલીક ચેટ્સ કે ગ્રુપ માટે પણ કરી શકાય છે.
એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર આ રીતે ઉપયોગ કરો ફિચર
તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરો
તમારા સ્માર્ટફોનમાં જમણી બાજુ ખૂણામાં ત્રણ ડોટ આઈકોન પર ટેપ કરો
આ પછી સેટિંગ્સ પર ટેપ કરો
ચેટ પર જાઓ
અહીં તમને મીડિયા વિઝિબિલિટી દેખાશે, તેને ઓફ એટલે કે બંધ કરી દો
જો તમે આઈફોનનો ઉપયોગ કરો છો, તો તમારે પહેલા સ્માર્ટફોનની સેટિંગ્સમાં જવું પડશે, પછી સેવ ટુ કેમેરા રોલને બંધ કરવું પડશે.

આઈફોન યુઝર્સ આ રીતે કરો ફિચરનો ઉપયોગ
તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરો અને વ્યક્તિગત ચેટ/ગ્રુપ પર જાઓ
આ પછી વધુ વિકલ્પ પર જઈને ત્રણ ડોટ આઇકોન પર ટેપ કરો અને વ્યૂ કોનટેક્ટ અથવા ગ્રુપ ઈન્ફોના વિકલ્પ પર જાઓ
આ સિવાય તમે કોન્ટેક્ટ નેમ અથવા ગ્રુપ સબ્જેક્ટ પર પણ ટેપ કરી શકો છો
આ પછી તમારા સ્માર્ટફોનમાં મીડિયા વિઝિબિલિટી બંધ કરી દો
Also Read
- બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો અભ્યાસ કરવાનો મીડિયાને અધિકાર, સરકાર તેના ઉપર પ્રતિબંધ ના મુકી શકે : અરજદારો
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો