GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ માત્ર આંખો જ નહિ, તમારી સ્કિનને પણ પ્રભાવિત કરી રહ્યો છે તમારો સ્માર્ટફોન, જાણો કેવી રીતે

સ્માર્ટફોન

Last Updated on April 18, 2021 by Damini Patel

ગયા એક વર્ષમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન સ્માર્ટફોનનો ઉપયોગ ઘણો વધ્યો છે. મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમ, સ્કૂલ અને મનોરંજન માટે લોકો સ્માર્ટફોન, મોબાઈલ, ટીવી અને લેપટોપનો ઉપયોગ પહેલાની તુલનામાં ગણો વધુ કરી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ, ઇન્ડિયન ટેક્નોલોજી રિસર્ચ ફર્મ CMS તરફથી કંડક્ટ કરવામાં આવેલી એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 2019માં જે લોકો દેશભરમાં 4.9 કલાક સ્ક્રીન પર હતા તે આ વર્ષે 5.5 કલાક સ્ક્રીન પર રહે છે. જો કે જે લોકોનો ડેસ્ક જોબ છે તેમણે તો 10થી 12 કલાક સ્ક્રીન સામે સતત કામ કરે છે. જેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.

આંખો સાથે સ્કિનને પણ કરી રહ્યું પ્રભાવિત

અત્યાર સુધી સ્ક્રીનના સાઈડ ઈફેક્ટના રૂપમાં આપણે સંભાળતા આવ્યા છે કે વધુ પ્રયોગ કરવાથી આંખો માંથી પાણી આવવું, માથામાં નદૂખાવો, બેક પેન વગેરે પરેશાની થાય છે પરંતુ શું તમને ખબર છે એ તમારી સ્કિન માટે પણ હાનિકારક છે ?સ્ક્રીન પરથી નીકળવા વાળી બ્લુ લાઈટના કારણે તમારા ચહેરા પર પિગ્મેન્ટેશન, એજિંગ જેવી ઘણીં સમસ્યા વધવા લાગે છે.

એક અખબાર સાથે વાતચીત દરમિયાન જાણીતા કોસ્મેટિક સર્જન ડો. કરિશ્મા કાગડોએ જણાવ્યું હતું કે સ્માર્ટ ફોન, ટેબ્લેટ્સ, ટીવી, એલસીડી સ્ક્રીન, એલઇડી બલ્બ વગેરેમાંથી નીકળતી બ્લુ લાઇટ્સ અથવા હાઇ એનર્જી વિઝિબલ લાઇટ્સમાં હાઈ ફ્રીક્વેંસી હોય છે અને શોટવેવ લેન્થમાં વાયોલેટ / બ્લુ રેજ બહાર આવે છે. તે ત્વચા પર રંગદ્રવ્ય, ટેનિંગ અને વૃદ્ધત્વનું કારણ બને છે. આટલું જ નહીં, નવા સ્માર્ટ ફોનમાં વાદળી પ્રકાશની આવર્તન વધારે છે, જે શરીરના કોષોની ફોટો સેન્સિટિવિટી પણ વધારે છે.

ત્વચા માટે કેટલું નુકસાનકારક છે

new smartphone

ત્વચા વિશેષજ્ઞો છે કે જો તમને સતત ત્રણ કલાક આ બ્લુ લાઈટ સામે એકસપોસ્ડ રહો છો તો એની અસર એ જ છે કે કોઈ પણ સનસ્ક્રીનનો ઉપયોગ કર્યા વિના સતત એક કલાક સૂર્યમાં ઉભું રહેવું.
તેનાથી ત્વચાની નેચરલ એજિંગ સ્પીડ વધે છે અને ઉંમર પહેલાં જ ચહેરા પર કરચલીઓ શરૂ થઈ જાય છે.
તે ત્વચાની કોલેજીનને નુકસાન પહોંચાડે છે જેના કારણે ચહેરા પર હાઈપરપીગ્મેન્ટેશનની સમસ્યા શરૂ થાય છે.

શું છે ઉપાય

  • તમારા મોબાઇલ, લેપટોપ વગેરે પર બ્લુ લાઈટ શિલ્ડ લગાવો
  • ડાર્ક મોડ અથવા નાઇટ મોડનો વધુ અને વધુ ઉપયોગ કરો.
  • ઝિંક ઓકસાઈડ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડવાળા સનસ્ક્રીનનો ઉપયોગ ઘરે પણ કરો.
  • ગાજરના બીના તેલનો ઉપયોગ સ્કિન કેર રૂટીનમાં કરો.
  • વિટામિન સી સીરમનો ઉપયોગ કરો.
  • વધુમાં વધુ પાણી પીવો.
  • એન્ટીઓક્સીડેન્ટ ફૂડને પોતાના ભોજનમાં વધુમાં વધુ લેવો

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!