GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

સતત ફોન પર રહેવું બની શકે છે હાનિકારક! આ ગંભીર બીમારીનાં બનાવે છે શિકાર, જલ્દી આવે છે વૃદ્ધત્વ

આજના ભાગદોડવાળા જીવનમાં અને સ્પર્ધાના આ યુગમાં આપણે સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટર અને બીજા ગેજેટ્સ સાથેની નિકટતા વધી રહી છે. વાત ઘરની હોય કે બહારની, મોટાભાગના લોકોનો હંમેશા મોબાઈલમાં જ ખોવાયેલા રહે છે. ત્યારે મોબાઈલમાં કંઈકને કંઈક કરતા રહે છે, પરંતુ આ સારુ નથી. જો તમે પણ આ આદતથી મજબૂર છો અને કલાકો સુધી ફોનનો ઉપયોગ કરતા તેની સ્ક્રીન અથવા લેપટોપને જોઈ રહો છો તો તમારે સાવચેત થવાની જરૂર છે. વાસ્તવમાં, એવું કરવાથી ના ફક્ત તમારી આંખો ખરાબ થાય છે, પણ તમે જલ્દી વૃદ્ધ પણ થઈ જાઓ છો. હાલમાં જ થયેલી એક રીસર્ચમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે.

માખીઓ પર કરવામાં આવ્યુ સંશોધન

રિપોર્ટ અનુસાર, આપણે દરરોજ કલાકો સુધી આપણા રોજિંદા જીવનમાં સ્માર્ટફોન, સ્માર્ટવોચ, લેપટોપ, ટીવી વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આ વસ્તુઓ ના માત્ર આપણી આંખો જ બગાડી રહી છે, પરંતુ આપણા જીવનને પણ નુકસાન પહોંચાડી રહી છે. યુએસની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના એક રિસર્ચ મુજબ સ્માર્ટફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સમાંથી નીકળતી બ્લુ લાઈટ આપણને ઝડપથી વૃદ્ધ બનાવી શકે છે. વૈજ્ઞાનિકોએ માખીઓ પર આ સંશોધન કર્યું હતું. આમાંના કેટલાકને બે અઠવાડિયા સુધી વાદળી પ્રકાશની સામે રાખવામાં આવ્યા હતા. જ્યારે તેમને 2 અઠવાડિયા પછી બહાર કાઢવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે માખીઓમાં તણાવ સાથે સંકળાયેલા જીંસ આ પ્રકાશને કારણે સક્રિય થઈ ગયાં છે. ત્યારે જે માખીઓને બ્લૂ લાઇટથી દૂર રાખવામાં આવી હતી તે એકદમ ઠીક હતી.

મેટાબોલાઇટ્સ પર પણ પડે છે અસર

એટલું જ નહીં, જો બંને ગ્રુપની માખીના મેટાબોલાઇટ્સની પણ તુલના કરવામાં આવે તો અહીં પણ પરિણામ હેરાન કરનારું આવ્યુ. સંશોધન મુજબ, બ્લૂ લાઇટ આ મેટાબોલરાઇટ્સને ખૂબ અસર કરે છે. અહીં તમારે મેટાબોલાઇટ્સ વિશે પણ સમજવાની જરૂર છે. મેટાબોલાઇટ્સ એવા પદાર્થો છે જે સજીવના શરીરમાં બનાવવામાં આવે છે અથવા ઉપયોગમાં લેવાય છે જ્યારે શરીર દવાઓ, ખોરાક અથવા રસાયણોને તોડી રહ્યું હોય છે.

બ્લૂ લાઇટ ઝડપથી વધારે છે ઉંમર

સંશોધકો કહે છે કે અમને સંશોધનમાં જાણવા મળ્યું છે કે બ્લૂ લાઈટને કારણે માખીઓના કોષો ઝડપથી મૃત્યુ પામે છે. એટલે કે તેમની વૃદ્ધત્વની ગતિ ઝડપી બને છે. વિજ્ઞાનીઓ માને છે કે બ્લૂ લાઈટની અસર મનુષ્યોમાં પણ સમાન છે. તેમના કોષો પણ અકાળે મૃત્યુ પામે છે, જેના કારણે તેઓ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે. હાલમાં, આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે.

READ ALSO:

Related posts

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan

વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, મોદી સરકારમાં રહી ચુક્યા છે મંત્રી

Rajat Sultan

પાકિસ્તાને વૈશ્વિક દરજ્જો મેળવવો હશે તો ભારત જેવા પાડોશીઓ સાથે સબંધો સુધારવા જ પડશે- નવાઝ શરીફ

Kaushal Pancholi
GSTV