GSTV
Home » News » સ્માર્ટફોન સ્લો ચાલી રહ્યો છે? વારંવાર સ્પેસ ભરાઈ જાય છે? ફક્ત આટલી એપ્સ કાઢી નાખો, ફાયદામાં રહેશો

સ્માર્ટફોન સ્લો ચાલી રહ્યો છે? વારંવાર સ્પેસ ભરાઈ જાય છે? ફક્ત આટલી એપ્સ કાઢી નાખો, ફાયદામાં રહેશો

તમારો સ્માર્ટફોન સ્લો થઈ ગયો હોય કે તેનું પરફોર્મન્સ પહેલા જેવું ન રહ્યું હોય કે હેન્ગ થતો હોય તો તેના ઘણા કારણ હોઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ એ પણ છે કે તમારા સ્માર્ટફોનમાં ઘણી એવી એપ્સ હોય છે જે તમારા સ્માર્ટફોનને બીજી રીતે સ્લો કરે છે. ધણી એવી પણ એપ્સ હોય છે જે મોબાઈલની સ્પીડ વધારવાનો દાવો કરે છે પરંતુ હકીકતમાં તે તમારા ફોનને સ્લો કરે છે. માટે તેવી એપ્સને તમારા મોબાઈલમાંથી કાઢી નાખવી જરૂરી બની જાય છે.

રેમ બુસ્ટર

આ એપનો એવો દાવો છે કે તે મેમરીને ક્લિયર કરીને રેમને બુસ્ટ કરે છે અને તમારા સ્માર્ટફોનની સ્પીડ વધારે છે. હકીકતે આ એપ બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા પ્રોસેસ અને એપ્સને કાઢે છે. પરંતુ તે વરંવાર રીસ્ટાર્ટ થાય છે અને તે આવામાં તમારા ફોનનું પ્રોસેસર અનસ્ટેબલ થઈ જાય છે.

Cleaning app જેમ કે Clean Master

ક્લીન માસ્ટર એપ એન્ડ્રોયડ માટે ખૂબ પોપ્યુલર છે. એ વાત સાચી છે કે સ્માર્ટફોનની ક્રેશ અને જંક ફાઈલ ક્લિયર કરવાથી સ્પીડ વધે છે. પરંતુ તે માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપની જરૂર નથી. એન્ડ્રોયડમાં પહેલાથીજ આ ઓપ્શન આપવામાં આવ્યું છે. તે માટે તમે સેટિંગ્સમાં જઈને સ્ટોરેજ પર ટેપ કરીને ત્યાં Cached Data પર ક્લિક કરીને Clear Cached data કરી શકો છો આ ઉપરાંત સેટિંગ્સમાં જઈને એપ્સના ડેટા ક્લિયર કરી શકો છો.

બેટરી સેવર એપ્સ

બેટરી સેવર એપ્સ પણ દાવો કરે છે કે તે તમારા સ્માર્ટફોનની બેટરી બચાવવાનું કામ કરે છે. પરંતુ તે એપ્સ જ બેટરી વધુ ખાતી હોય છે. બેટરી લાઈફ વધારવાની ધણી રીતો છે જેના માટે તમારે કોઈ એપની જરૂર નથી. તે માટે સરળ ટીપ્સ છે કે- બ્રાઈટનેસ ઓછી કરી લો, બ્લુટૂથ વાઈફાઈ બંધ કરી લો, બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને બંધ કરી લો, ક્રોમ અને મેસેન્જરને પણ સેટિંગ્સમાં જઈને બંધ કરી લો, આમ તમારી બેટરી સેવિંગ થઈ જશે.

ફેસબુક અને મેસેન્જર

આ બન્ને એપ્સ તમારી બેટરી અને ડેટાનો ખૂબ ઉપયોગ છે. તમે તે એપ્સનો ઉપયોગ કરી રહ્યા હોય કે નહીં તો પણ તે બેટરી તો ખાય જ છે. થોડી ઓછી થશે પણ થશે. તમે જાતે જ જોઈ શકો છો. જો તમે સોશિયલ મીડિયા એડિક્ટ છો તો બ્રાઉઝર પર ફોસબુક યુઝ કરી શકો છો.

Read Also

Related posts

સૈક્રેડ ગેમ્સની એક્ટ્રેસને શિકાગો એરપોર્ટ પર રોકવામાં આવી, અધિકારીઓએ કરી લાંબી પૂછતાછ

Dharika Jansari

ટ્રમ્પ મુદ્દે રાજનાથ સિંહ નિવેદન આપે તે પહેલા જ વિપક્ષે સંસદમાંથી વોકઆઉટ કર્યું

Mayur

આકાશમાં ચંદ્રયાન-2 જોઇને ભયભીત થઇ ગયાં આ દેશના લોકો, સમજી બેઠા એલિયન!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!