GSTV
Home » News » હાલના સમયમાં કાળજાના કટકા સમાન બની ગયેલ સ્માર્ટફોનનું ઈન્સ્યોરન્સ છે ખૂબ જરૂરી, થશે આટલા બધા લાભ

હાલના સમયમાં કાળજાના કટકા સમાન બની ગયેલ સ્માર્ટફોનનું ઈન્સ્યોરન્સ છે ખૂબ જરૂરી, થશે આટલા બધા લાભ

હાલનો સમય જાણે ટેકનોલોજીનો સમય બની ગયો છે. હાલમાં દરેક વ્યક્તિને પોતાના સ્માર્ટફોન્સ, લેપટોપ અને ઈન્ટરનેટ વગર બે મિનિટ પણ ન ચાલી શકે. તેમાં પણ સૌથી જરૂરી છે ફોન. દરેક માણસ હાલ ફોન પર એટલી હદ સુધી નિર્ભર રહે છે કે તે તેના દરેક કેમ તેના વગર કરી જ નથી શકતો. જેમ કે બિલ ભરવા, ઓન લાઈન શોપિંગ કરવી, ફિલ્મ જોવી કે મેલ કરવો. એક રિપોર્ટ અનુસાર ભારત અમેરિકા કરતા વધુ સ્માર્ટફોનનું વેચાણ કરે છે.

સ્માર્ટફોન્સ મોંધા હોય છે માટે લોકો તેને સુક્ષીત રાખવા માટે તેના પર કવર અને ટફન ગ્લાસનો ખર્ચો કરતા હોય છે. આવી જ રીતે ફોનને સુક્ષીત રાખવા માટે ફોનનો ઈન્સ્યોરન્સ કરાવવો પણ ખૂબ અગત્યનો છે. કારણ કે જ્યારે ફોન ખરાબ થઈ જાય કે ચોરાઈ જાય ત્યારે તે કામ આવી શકે.

બજારમાં ઘણી બધી વીમા પોલિસી મળે છે જેમાં સ્માર્ટફોનની ચોરી, સ્ક્રીન તુટવી, પાણીમાં પડવું વગેરે જેવી પરિસ્થિતિમાં નુકસાનને કવર કરી લેવામાં આવે છે. તમે ફોનનો ઇન્સ્યોરન્સ કરાવી શકો છો અને તેને તુટવાથી તેમજ પાણીમાં પડવાની સ્થિતિમાં નુકસાન થવાથી બચી શકો છો. ઘણી પોલિસીમાં ફોનને રિપેર કરવામાં આવે છે અને ઘણી વખત તેની જગ્યા પર નવો ફોન આપવામાં આવે છે.

મોટાભાગની ફોન કંપની તેમના સ્માર્ટફોન પર 1 વર્ષની વોરંટી આપે છે. હવે ઓપ્શનલ વોરંટીને ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે. આ વોરંટીમાં માત્ર ફોનની ખામીને ઠીક કરવામાં આવે છે. પરંતુ ફોનના તૂટી જવા, પાણીમાં પડવા કે ચોરી થવા માટે કંપનીને કોઈ લેવા-દેવા હોતા નથી.

સ્માર્ટફોનમાં આજકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાનગી ડેટા રહે છે. જેને અપરાધિક પ્રવૃત્તિઓ માટે લોકો સાયબર ક્રાઇમ દ્વારા ચોરી કરી શકે છે અથવા તેની સાથે છેડછાડ કરી શકે છે. સાયબર ઇન્સ્યોરન્સ પોલિસીમાં ઓનલાઇન ફ્રોડ, સાયબર એક્સટોર્શન્સ, આઇડેન્ટીટી ચોરી, માલવેર હુમલા વગેરેથી બચાવવામાં આવે છે.

Read Also

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!