GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ફોન પાણીમાં પડી ગયો હોય તો તાત્કાલિક આ 7 કામ કરો, નહીંતર થશે નુકસાન

phone fall in water

મોબાઈલ આજના સમયમાં આપણા જીવનનો એક મહત્વનો ભાગ બન્યો છે. આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં આપણી સાથે Mobile Phone ને જરૂર રાખીએ છીએ. આજના સમયમાં મોબાઈલ ફોન કોઈ ઑક્સિજનથી ઓછું નથી, પરંતુ હંમેશા પોતાની સાથે મોબાઈલ ફોન રાખવાને કારણે ઘણી વખત લાપરવાહીને પગલે આપણો ફોન પાણીથી પલળી જાય છે અથવા પછી ક્યારેક-ક્યારેક પાણીમાં જતો રહે છે. એવામાં જો તમારો ફોન પાણીમાં પલળી જાય છે તો પરેશાન થવાની જરૂર નથી, કારણકે આજે અમે તમને જણાવીશું કે જો તમારો મોબાઈલ પલળી જાય તો તમારે તાત્કાલિક શું કરવુ જોઈએ.

Mobile Phone પાણીમાં પડી જાય અથવા પછી કોઈ કારણથી પલળી જાય તો સૌપ્રથમ તેને પહેલા કોઈ સૂકા સ્થાન પર રાખવો જોઈએ. પ્રયત્ન કરીએ કે મોબાઈલ ફોનને વધારે હલાવવો નહીં અને તાત્કાલિક સૂકા સ્થાને જઇને મોબાઈલને લૂસવો જોઈએ.

પાણીમાં ફોન પડ્યા બાદ મોબાઈલ ફોનને ચેક કરવા માટે કોઈ પણ બટન અથવા ફરીથી ટચને દબાવવાનો પ્રયાસ ભૂલથી પણ કરી શકાય નહીં, આવુ કરવાથી મોબાઈલ ફોનનું ફંક્શન ઑન થઈ જશે અને ડિવાઈસનું બોર્ડ ક્રેશ થશે. જો શક્ય થાય તો મોબાઈલ ફોનની બેટરીને તાત્કાલિક નિકાળી દો કારણકે ફોન ચાલુ થવાની સ્થિતિમાં ડિવાઈસમાં શૉર્ટ સર્કિટ થવાનો ખતરો વધી જાય છે, તેથી બેટરીને તાત્કાલિક કાઢી નાખો.

બેટરીની સાથે જ મોબાઈલ ફોનથી સિમ કાર્ડ અને એસડી કાર્ડને બહાર કાઢી નાખો અને તેના ટ્રેને બહાર રહેવા દો. સ્મરણ રહે કે ફોનને વધુ હલવા દેશો નહીં. મોબાઈલ ફોનને તાત્કાલિક કોઈ સૂકા કપડાં અથવા કપડાંથી લૂસી નાખો. જો ફોનમાં વધારે પાણી છે તો તેને તાત્કાલિક વેક્યુમ અથવા પછી ડ્રાયરથી તેને સૂકવવાનો પ્રયાસ કરો.

ત્યારબાદ હવે તમારે તમારા મોબાઈલ ફોનમાંથી ભેજને દૂર કરવો પડશે. જેના માટે તમારે કોઈ પેકેટમાં ચોખા રાખીને ફોનને તેની સાથે રાખો. ઉલ્લેખનીય છે કે ચોખામાં હીગ્રોસ્કોપિક ગુણ હોય છે, જે ભેજને સરળતાથી દૂર કરી દે છે. આ સિવાય તમે સિલિકા પેકેટનો પણ પ્રયોગ કરી શકો છો.

જ્યારે તમને લાગે છે કે મોબાઈલ ફોનની અંદર ભેજ સૂકાઈ ગયો છે તો પછી તેને કોઈ મોબાઈલ ફોનના ટેકનિશિયનની પાસે લઇ જાઓ, તે તમારા મોબાઈલનો ઉકેલ લાવી આપશે. જાતે મોબાઈલ ફોનને સ્વિચ ઑન ના કરશો.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!