GSTV
Auto & Tech Trending

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Motorolaના લેટેસ્ટ સ્માર્ટફોન Moto G32નું વેચાણ શરૂ થઈ ગયું છે. ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. કંપનીનો આ તમારા બજેટમાં બેસી શકે તેવો સ્માર્ટફોન 4 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. તેની કિંમત 12,999 રૂપિયા છે. ફોન ખરીદવા સમયે જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડથી નોન EMI ટ્રાન્ઝેક્શન કરાવો છો તો તમને મને ઈંસ્ટન્ટ 1 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તે જ સમયે, જો તમે તે જ બેંકના ક્રેડિટ કાર્ડથી EMI ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમને 1250 રૂપિયાનો લાભ મળશે. Flipkart Axis Bank કાર્ડ દ્વારા ચુકવણી કરવા પર તમને 5% કેશબેકનો ફાયદો પણ મળે છે. ખાસ વાત એ છે કે તમે શાનદાર એક્સચેન્જ ઓફરમાં Moto G32 પણ ખરીદી શકો છો. જો તમે એક્સચેન્જ ઓફરમાં ફોન લો છો તો તમને 12 હજાર રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે.

Moto G32ના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

આ સ્માર્ટફોનમાં કંપની 2400×1080 પિક્સલ રિઝોલ્યુશન સાથે 6.5-ઇંચની ફુલ HD + LCD પેનલ ઓફર કરવામાં આવી રહી છે. આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટ અને 20:9 ના આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. Moto G32 LPDDR4x 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે. આ સ્માર્ટ ફોનમાં કંપની સ્નેપડ્રેગન 680 ચિપસેટ પ્રોસેસર આપી રહી છે. ફોનના પાછળના ભાગમાં ફોટોગ્રાફી માટે LED ફ્લેશ સાથે ત્રણ કેમેરા પણ આવી રહ્યા છે.

મોટો જી 32 સ્માર્ટ ફોનનની અંદર કંપનીએ 50-મેગાપિક્સલનો પ્રાથમિક લેન્સ સાથેનો કેમેરો છે. તો આ સિવાય 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 2-મેગાપિક્સલનો મેક્રો લેન્સ સાથેનો કેમેરો આવે છે. આ સાથે સેલ્ફી માટે કંપની તેમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરાની સુવિધા પણ આપી છે. સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી સજ્જ આ ફોનમાં 5000mAh બેટરી છે, જે 30W ફાસ્ટ ચાર્જિંગ ઓફર કરે છે.

આ સ્માર્ટ ફોનમાં OS વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન Android 12 પર આધારિત MyUX સ્કિન સાથે આવે છે. કંપનીએ તેમાં વધુ આગળ વધારીને એન્ડ્રોઇડ 13 અપડેટ આપવાની ખાત્રી આપી છે. આગામી ત્રણ વર્ષ સુધી સિક્યોરિટી ફિચર્સ પણ આવતા રહેશે. ફોન ડોલ્બી એટમોસ સાઉન્ડ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે તેમાં 3.5mm હેડફોન જેક, 4G, બ્લૂટૂથ 5.2 અને USB Type-C પોર્ટ જેવા વિકલ્પો મળશે.

READ ALSO

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu
GSTV