GSTV

હવેથી છોડવાઓની બિમારીઓની ઓળખ કરી શકશે સ્માર્ટફોન

Last Updated on August 4, 2019 by Mansi Patel

છોડવાઓની બિમારીઓની ઓળખ કરવા માટે હવે એક એવા સ્માર્ટફોન કનેક્ટેડ ડિવાઈસને તૈયાર કરી લેવામાં આવ્યુ છે જે થોડીજ ક્ષણોમાં જણાવી દેશે કે છોડ કંઈ બિમારીથી ગ્રસ્ત છે. તમારે બસ છોડનું એક પાન લેવાનું છે,જે આ આખી પ્રક્રિયાને સરળતાથી અંજામ આપવામાં મદદ કરશે. નવી ટેક્નોલોજી આવવાથી ઘણા દિવસોની તપાસની પ્રક્રિયાને બસ થોડી જ મિનીટોમાં પુરી કરી શકાશે.

આવી રીતે કામ કરે છે હેડડેલ્ડ રીડર

આ હેડહેલ્ડ રીડરને નોર્થ કેરોલીના સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યુ છે. આ ડિવાઈઝ ખેડૂતનાં સ્માર્ટફોનના કેમેરાલેન્સની સાથે ફીટ હોય છે. છોડ પર ટેસ્ટ કરવા માટે ખેડૂતે એક પાંદડું ખેંચીને કાઢવાનું રહેશે. આ પાંદડાને 15 મિનિટ માટે ટેસ્ટ ટ્યૂબમાં રાખવું પડશે. આ દરમ્યાન પાન VOCs(વોલેટાઈલ ઓર્ગેનિક કંપાઉન્ડ) રજૂ કરશે. ત્યારબાદ એક બહુજ પાતળી પ્લાસ્ટિકની ટ્યૂબમાંથી કેમિકલ ગેસિસ ડિવાઈઝના ચેમ્બરમાં પહોંચી જશે.

પેપર સ્ટ્રીપનો કરાશે ઉપયોગ

ડિવાઈસના ચેમ્બરમાં પેપરથી બનેલીએ એક સ્ટ્રીપને લગાવવામાં આવશે. જે પાંદડામાંથી નીકળનારા ગેસથી પેપર સ્ટ્રિપનો રંગ બદલી નાંખશે. ત્યારબાદ ફોનનો કેમેરો આ ફોટાની તપાસ કરશે અન એપની મદદથી સ્માર્ટફોનની સ્ક્રીન ઉપર જાણકારી આપશે. તમને જણાવી દઈએકે, હાલના સમયમાં યુઝર્સ આ સ્ટ્રીપ્સના રંગોથી મેન્યુઅલી છોડની બિમારીઓની જાણકારી લેતા હતા. આ રીતના એનલાઈઝ કરવા માટે અત્યાર સુધીમા છોડને લેબમાં મોકલવામાં આવતા હતા. આ દરમ્યાન ઘણા દિવસો અને મહિનાઓ સુધીનો સમય લાગતો હતો. પરંતુ આ ડિવાઈઝ દ્વારા થોડી જ મિનિટોમાં છોડની બિમારીઓ વિશે જાણકારી મેળવી શકાશે.

અત્યાર સુધીમાં 10 છોડની તપાસ થઈ છે આ ડિવાઈસથી

અત્યાર સુધીમાં આ ડિવાઈસ દ્વારા 10 અલગ અલગ છોડની બિમારીઓને ડિટેક્ટ કરવામાં આવી છે. આ શોધ પર એક લેખકે લેખ પ્રકાશિત કરીને જણાવ્યુ છેકે, નવી ટેક્નોલોજી ખેડૂતો છોડને થનારી બિમારીઓ વિશે સરળતાથી જાણકારી મેળવી શકશે. તેનાથી બિમારીઓને ફેલાતા પહેલાં જ તેનો ઈલાજ કરી શકાશે અને પાકને પણ નુકસાન થતાં બચાવી શકાશે.

READ ALSO

Related posts

મોટો ફફડાટ/ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ, ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ

Pravin Makwana

સૂર્યગ્રહણ/ 2021નું અંતિમ ખગ્રાસ સૂર્યગ્રહણ શનિવારે, જોઈ લો ભારતમાં દેખાશે કે નહીં, આ લોકો માટે ચિંતાનો વિષય

Pravin Makwana

રાકેશ ટિકૈતની જાહેરાત, કહ્યું-સરકાર જ્યાં સુધી આંદોલન ખતમ નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!