GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

ટ્રિક / મોબાઇલની સ્ક્રીન થઇ ગઇ છે ક્રેક? ઘરે જ આ રીતે કરો ઠીક, 50 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં થઇ જશે તમારુ કામ

સ્ક્રીન

ફોનની ક્રેક સ્ક્રીનથી ઘણાં લોકો પરેશાન રહે છે. તે સ્ક્રીન રિપ્લેસ પર થતા ભારે ભરખમ ખર્ચાથી ડરીને મોબાઇલ સર્વિસ સેન્ટર જતાં નથી. પરંતુ મોટાભાગના કેસમાં તમને ફોનની પૂરી સ્ક્રીન બદલવાની જરૂર નથી પડતી. જો ફોન પર ઓછી ક્રેક હોય તો તમે સરળતાથી ઘરે બેઠા તેને ઠીક કરી શકો છો. અહીં તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવી રહ્યાં છીએ જેને ફોલો કરીને તમે ઓછા ખર્ચમાં પણ ફોનની સ્ક્રીનને ઘરે બેઠા ઠીક કરી શકો છો. તેમાં સૌથી પહેલી ટ્રિક છે ટૂથપેસ્ટ ઘસીને તેને સાફ કરવી.

સ્ક્રીન

ટૂથપેસ્ટનો કરો યુઝ

ટૂથપેસ્ટનો યુઝ લોકો દાંત સાફ કરવા માટે કરે છે પરંતુ તે તમારી ફોનની સ્ક્રીનને ઠીક કરવામાં ઘણી કામ આવશે. તેના માટે તમારે સ્ક્રીનના ક્રેક પાર્ટમાં ટૂથપેસ્ટ લગાવવાની છે. તે બાદ તમારે તેને આરામથી ઘસવાની છે અને થોડા સમય માટે રહેવા દેવાની છે. તે બાદ એક સાફ કોટનની મદદથી તેને સાફ કરી લો. તેનાથી ફોન સ્ક્રીનના તમામ ડૉટ્સ તો નહીં ભરાય પરંતુ ક્રેક એરિયાને ફિક્સ કરવામાં મદદ મળશે.

સ્માર્ટફોન

નેઇલ પોલીશ મદદ કરશે

તમે નેલ પોલીશની મદદથી ક્રેક થયેલી સ્ક્રીનને પણ ઠીક કરી શકો છો. આ માટે તમારે ક્રેક સ્ક્રીન પર નેલ પોલીશ લગાવવી પડશે. ત્યાર બાદ તેને થોડી વાર સુકાવા દો. આ પછી તીક્ષ્ણ રેઝર બ્લેડ વડે નેઇલ પોલીશને સ્ક્રેપ કરો. આ પ્રક્રિયાને ફરીથી કરો. જો તમારી પાસે તિરાડ પડેલી સ્ક્રીનને રિપેર કરાવવાનું બજેટ નથી, તો તમે તેને ટેમ્પરરી સ્ક્રીન પ્રોટેક્ટરની મદદથી ઠીક કરી શકો છો. આ ક્રેક ફોનની સ્ક્રીનમાં ધૂળ અને પાણીને પ્રવેશતા અટકાવશે. જો સ્ક્રીન ક્રેક થઈ જાય તો આ બધા કામચલાઉ ઉકેલો છે, જો તમારી સ્ક્રીન સંપૂર્ણપણે તૂટી ગઈ હોય તો તમારે સર્વિસ સેન્ટર પર જઈને સ્ક્રીન બદલવી પડશે.

Read Also

Related posts

બજેટ 2023-24/ તમારે કેવું બજેટ જોઈએ છે ? સરકારે માંગ્યા સૂચનો ; આ છેલ્લી તારીખ છે

Padma Patel

વોશિંગ્ટન / પાકિસ્તાની દૂતાવાસ બહાર 26/11ના મુંબઈ હુમલાના વિરોધમાં પ્રદર્શન, 166 લોકોએ ગુમાવ્યો હતો જીવ

Kaushal Pancholi

ધોધ પાસે સેલ્ફી લેતી વખતે અકસ્માત, લપસી જવાથી મદરેસાની 4 વિદ્યાર્થીનીઓના મોત

Padma Patel
GSTV