GSTV

એક વખત ચાર્જ કર્યા બાદ 3 વર્ષ ચાલશે સ્માર્ટફોનની બેટરી, જાણો કેવીરીતે

આજે વિશ્વના દરેક ભાગમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરાય છે, જેની પર લોકો પોતાનું જરૂરી કામ કરે છે. આજે સ્માર્ટફોન લોકોની પ્રથમ પસંદ બની ગયુ છે અને તે વગર કોઈનું કઈ કામ થતુ નથી. ઈન્ટરનેટની મદદથી આજે આપણે પોતાના સ્માર્ટફોનથી કૉલિંગ, વીડિયો ચેટ જેવા કામ કરી શકીએ છીએ, પરંતુ આ બધુ કામ કરવાથી બેટરીનું ચાર્જિગ પૂર્ણ થઈ જાય છે તેથી ફોનને વારંવાર ચાર્જ કરવો પડે છે. પરંતુ આજે અમે તમને એવુ જણાવી રહ્યા છીએ કે આખરે સ્માર્ટફોનની બેટરી ત્રણ વર્ષ સુધી સતત કેવીરીતે ચાર્જ રહેશે.

ખરેખર, કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી ટેકનિક વિકસિત કરવાનો દાવો કર્યો છે, જેની મદદથી સ્માર્ટફોનની બેટરીની ક્ષમતામાં વધારો થઈ શકે છે, જેનાથી બેટરી સતત 3 વર્ષ સુધી ચાર્જ રહેશે અને તમારે દરરોજ ચાર્જ કરવાની જરૂર પડશે નહીં. જો આ ટેકનિક માર્કેટમાં આવી જશે તો માર્કેટમાં હડકંપ મચી જશે. જોકે હાલમાં આ ટેકનિકનું પરીક્ષણ કરાઈ રહ્યું છે અને ટેકનિક સફળ નિવડે તો તમારે પોતાના સ્માર્ટફોનની સાથે બેટરી એર ચાર્જર લઈને મુસાફરી કરવી પડશે.

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ, આ બેટરીનો કાર્યકાળ 300 થી 400 વર્ષ સુધી પણ વધારાઈ શકે છે. આ ટેકનિક આપણા વાળથી પણ નાના નેનોવાયર્સનો ઉપયોગ કરી લીથિયમ આયન દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ટેકનિક કોઈ પણ બેટરીની ક્ષમતાને 10 ગણી વધારી શકે છે. જો આ ટેકનિક કારગત નિવડે તો ભવિષ્યમાં મળનારા મોટાભાગના સ્માર્ટફોનને ચાર્જર દ્વારા દરરોજ ચાર્જ કરવાની જરૂર નથી.

Related posts

Coronaના કહેરના 100 દિવસ: દુનિયાભરમાં અધધ 95 હજારથી વધુ લોકોને ભરખી ગયો, 16 લાખને ભરડામાં લીધાં

Bansari

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!