GSTV

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

આજની ફાસ્ટ લાઇફમાં સ્માર્ટફોન્સ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયાં છે. કોઇપણ જનરેશન હોય તેના હાથમાં સ્માર્ટફોન જરૂર જોવા મળે છે. તેવામાં માર્કેટમાં પણ દરરોજ અવનવા સ્માર્ટફોન્સ લૉન્ચ થતાં રહે છે. પરંતુ મોટાભાગના યુઝર્સ માટે એક કોમન પ્રોબ્લમ હોય તો તે છે બેટરીનો. સ્માર્ટફોનમાં જેટલા ફિચર્સ રિચ હશે બેટરી પણ એટલી જ  જલ્દી ઉતરશે. પરંતુ અમે તમને આ મુશ્કેલીમાંથી છૂટકારો અપાવવા માટે કેટલીક ટ્રિક્સ જણાવી રહ્યાં છીએ જેને ફૉલો કરવાથી તમે તમારા ફોનની બેટરી લાઇફ વધારી શકો છો.

ઓરિજિનલ ચાર્જરનો કરો યુઝ

સામાન્ય રીતે લોકો ફોનને કોઇપણ ચાર્જરથી ચાર્જ કરવા લાગે છે અથવા તો ડુપ્લીકેટ ચાર્જન યુઝ કરે છે. જો તમે પણ આવું કરતાં હોય તે બંધ કરી દો. કારણ કે તેનાથી તમારા ફોનની બેટરીની સાથે ફોનને પણ નુકસાન પહોંચી રહ્યું છે. બેટરી બેકઅપ ઓછો થઇ જાય છે. દરેક ફોન માટે દરેક કંપની અલગ ચાર્જર બનાવે છે.

ચાર્જ પર લગાવીને ફોન પર ન કરો વાત

મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે ફોન ચાર્જિંગમાં લગાવીને કલાકો ફોન પર વાતો કરે છે. જો તમને પણ આ આદત હોય તો બંધ કરી દો કારણ કે આમ કરવાથી મોટી દુર્ઘટના સર્જાઇ શકે છે. ફોનને ચાર્જિંગમાં લગાવીને વાત ન કરવી જોઇએ.

ફ્લાઇટ મોડ પર કરો ચાર્જિંગ

જો શક્ય હોય તો ફોનને ફ્લાઇટ મોડ પર રાખીને ચાર્જ કરવાની આદત પાડી દો. તેનાથી ફોન ઝડપથી ચાર્જ થાય છે.

બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરી દો

આજકાલના સ્માર્ટફોન્સ મલ્ટીપલ વિન્ડો એક્સેસ સાથે આવે છે. મલ્ટીપલ વિન્ડો એક્સેસ એટલે કે તમે એક સમયે અલગ અલગ વિન્ડો પર અનેક એપ્સ ચલાવી શકો છો. ઘણીવાર એવું થાય છે કે આ એપ્સનો તમે યુઝ નથી કરી રહ્યાં હોત પરંતુ બેકગ્રાઉન્ડમાં એપ ઓપન હોય છે અને તે સૌથી વધુ બેટરી યુઝ કરે છે. તેથી જે એપ તમારે યુઝ નથી કરવાની તેને બંધ કરી દો. તેનાથી તમારા ફોનની બેટરી લાઇફ વધશે.

ફોનને ન કરો ફુલ ચાર્જ

મોટાભાગના લોકો તેમનો ફોન મેક્સિમમ લિમિટ 100 ટકા સુધી ચાર્જ કરે છે. તમને જણાવી દઇએ કે આમ કરવાથી તમારા ફોનની બેટરી જલ્દી ઉતરી જશે. એવું રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફોનને 80થી 85 ટકા સુધી ચાર્જ કરશો તો બેટરી વધુ સમય સુધી ચાલશે.

પ્રોટેક્ટિવ કેસને કાઢીને ફોન ચાર્જ કરો

લોકોને મોંઘા સ્માર્ટફોનનો ઘણો ક્રેઝ છે. હવે, જો તમે પૈસા ખર્ચ્યા છે, તો લોકો પણ ઇચ્છે છે કે તેમનો ફોન સુરક્ષિત રહે અને તેથી જ લોકો પ્રોટેક્ટિવ કવરનો ઉપયોગ કરે છે. પરંતુ ફોન ચાર્જ કરતી વખતે નહીં. ફોન ચાર્જ કરતી વખતે, ધ્યાનમાં રાખો કે તમારા ફોનનું પ્રોટેક્ટિવ કવર કાઢી નાંખ્યુ  છે. કેસ સાથે ક્યારેય ફોનને ચાર્જ કરશો નહીં. આ બેટરી અથવા ફોન હીટિંગનું કારણ બની શકે છે.

લાઇટ વર્ઝન એપ્લિકેશનનો ઉપયોગ કરો

આ સમયે એપ્લિકેશનોની ભરમાર છે, પરંતુ ઘણી એપ્લિકેશનોએ તેમનું લાઇટ વર્ઝન લોંચ કર્યું છે. ફેસબુકે જેમ તેનું ફેસબુક લાઇટ અને ફેસબુક મેસેંજર લાઇટ વર્ઝન લોન્ચ કર્યું છે. તમે લાઇટ વર્ઝન એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને બેટરી બચાવી શકો છો.

રાતે ચાર્જ ન કરો ફોન

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સમયના અભાવે લોકો રાતે ફોન ચાર્જિગમાં મુકી દે છે. તેમ ન કરવું જોઇએ કારણ કે તેના કારણે ફોનના પર્ફોર્મન્સ અને બેટરી લાઇફ પર અસર પડે છે. તેનાથી બેટરી ઓવર ચાર્જ થઇને ફાટી શકે છે.

Read Also

Related posts

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!