GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

લોક ખુલ્લું હશે તો પણ તમારી મરજી વગર હવે નહીં ચાલે Phone, જાણો એક કમાલની ટ્રિક

Phone

એન્ડ્રોયડ સ્માર્ટફોનની ખાસિયત એ છે કે તેમાં ઢગલાબંધ ફિચર્સ અને સેટિંગ્સ મળે છે. ઘણા ફિચર્સ તો એવા પણ છે જે ઘણા વર્ષોથી આપણા ફોનમાં હાજર છે પરંતુ કેના વિશે આપણને ખબર પણ નથી હોતી. આજે અમે તમને એવા જ એક ફિચર વિશે જણાવી રહ્યા છીએ જે સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર માટે ખૂબ કામનું સાબિત થઈ શકે છે.

જે ફિચરની આપણે વાત કરી રહ્યા છીએ તેનું નામ Pin the Screen અથવા Screen Pinning છે. આ ફિચરની ખાસ વાત એ છે કે ફોન અનલોક થયા બાદ પણ કોઈ તમારી મરજી વગર તેનો ઉપયોગ નહીં કરી શકે. આ ફિચર એન્ડ્રોયડ 5.0 વર્જન બાદના દરેક સ્માર્ટફોનમાં મળે છે.

શું છે આ ફિચરનું કામ

હકીકતે આ ફિચર દ્વારા તમે કોઈ પણ એપને સ્ક્રીન પર લોક-પિન કરી શકો છો. ત્યાર બાદ કોઈ બીજી એપમાં જવા માટે લોકસ્ક્રીન પાસવર્ડની જરૂર પડે છે. આ ફિચર તે સમયે ખૂબ કામ કારગર સાબિત થાય છે જ્યારે તમારો ફોન કોઈ બીજાના હાથમાં આપવાનો હોય. ઘણી વખત જોવામાં આવ્યું છે કે લોકો એક વખત ફોન હાથમાં આવતા જ પછી બીજી એપ્સમાં પણ જઈને જોવે છે. એવામાં આ ફિચરની મદદથી તમે કોઈને પણ આમ કરવાથી રોકી શકો છો.

Phone

આ રીતે કરો ઉપયોગ

  • આ માટે પહેલા સ્માર્ટફોનની Settingsમાં જાઓ
  • હવે Security & Locationsના ઓપ્શનમાં જાઓ. અહીં Advancedનો વિકલ્પ જોવા મળશે.
  • આ વિકલ્પમાં તમને Screen Pinningનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો.
  • જો આ Off છે તો તેને On કરી લો.
  • હવે જે એપને પિન કરવા ઈચ્છો છો તેને ઓપન કરો, પછી Recent Appsના ઓપ્શનમાં જાઓ.
  • હવે એપ પર લોગ્ન પ્રેસ કરો અને Pinના ઓપ્શનને પસંદ કરો.
  • ફરી બીજી એપ પર જવા માટે Home અને Back બટનને એક સાથે દબાવવાનું રહેશે અને લોકસ્ક્રીન પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે.

Read Also

Related posts

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

RBIએ ચેકનાં લેણદેણનાં નિયમોમાં કર્યો મોટો બદલાવ, હવેથી ચેક ભરતી વખતે આ ધ્યાન રાખજો

Mansi Patel

જગતગુરુ શંકરાચાર્ય વિશે ટિપ્પણી કરવી ભાજપના આ નેતાને પડી શકે છે ભારે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!