એક બાજુ અષાઢી બીજના દિવસની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે જેના પગલે તડામાર તૈયારી ચાલી રહી છે ત્યા બીજી બાજુ ગતમધ્ય રાત્રીએ 11.30 વાગ્યાની આસપાસ મોકડ્રીલ યોજવામાં આવી જેના પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો એટલું જ નહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે, કોરોનાની લહેર શમી જતા અમદાવાદ શહેરના લો ગાર્ડન, ઈન્મકમ ટેક્ષ પકવાન ચાર રસ્તા સહિતા તમામ માર્ગો યુવાઓના નાઇટ આઉટિંગથી શહેર સતત ધમધમતું રહે છે પરંતુ બુધવાર રાત્રે માર્ગો કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયા હતા. શહેરના બ્રિજ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. આખા શહેરમાં જે લોકો જ્યાં હતા ત્યાં જ તેમને રોકી દેવામાં આવ્યા હતા.
એક-એક વાહન ચેક કર્યા
આ દરમિયાન પોલીસ દ્વારા એક-એક વાહનને ચેક કરીને જવા દેવામાં આવી રહ્યા હતા તેમજ શંકા પડે તો લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. જોકે આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેરીજનો અજાણ હતા તેમજ તેમના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા હતા. અંતે, અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી એ શકમંદ કારને પકવાન ચાર રસ્તા પાસે જ રોકી લેવામાં સફળ થઈ હતી.
READ ALSO:
- કોરોનાનો કહેર / મહારાષ્ટ્રમાં 6000થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 24 હજારને પાર
- Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ