GSTV

શું તમે ભારે ભરખમ ટેક્સ ભરીને કંટાળી ગયા છો, તો આ રહ્યો સરળ અને સ્માર્ટ ઉપાય

ટેક્સ એક એવો શબ્દ છે, જેને સાંભળીને સામાન્ય માણસ નહીં, જાણકારો પણ ગભરાઈ જાય છે. કારણ કે, આવકના કાયદામાં એટલી બધી ગૂંચવણો છે કે, ભલભલાને નાકે દમ આવી જાય છે. ઈન્કમ ટેક્સ ભરવાનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે આવો જાણીએ તેનાથી જોડાયેલા નિયમો અને ફેરફારો.

સેક્શન 80Cનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો ?

ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે, સેક્શન 80 C ટેક્સ છૂટ અંતર્ગત 1.5 લાખ રૂપિયાની ટેક્સ છૂટ મળે છે. સેક્શન 80 Cમાં PF, ELSS, FD, NSC જેવા અનેક મુદ્દાઓ છે. PPF, ટ્યૂએશન ફી, ઈંશ્યોરેંસ પ્લાન, એજ્યુકેશન લોન, હોમ લોનના પ્રિન્સિપલ અમાઉન્ટના રિપેમેન્ટ પણ સેક્શન 80Cનો જ એક ભાગ છે. દર વર્ષે સેક્શન 80Cમાં 1.5 લાખનો સંપૂર્ણ ઉપયોગ કરો. નિષ્ણાંતોનું કહેવું છે કે, બજારમાં લાંબા સમય માટે ELSSમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે, જ્યાકે શોર્ટ ટર્મ માટે રોકાણ કરવાથી નુકશાન થવાની સંભાવના છે.

ELSSમાં રોકાણ કરવાના ફાયદા

ELSSમા રોકાણ કરવાથી તમને સેક્શન 80C અંતર્ગત ટેક્સ છૂટમાં ફાયદો મળી શકે છે. જેમાં રોકાણ માટે 3 વર્ષનું લૉક ઈન પીરિયડ હોય છે. દર વર્ષે 1.5 લાખ રૂપિયાની છૂટ મળે છે.સાથે જ તેમાં રોકાણની મેચ્યોરિટી રકમમાં પણ ટેક્સ ફ્રી હોય છે. ELSSમાં રોકાણ પર વર્ષના 16થી 1 ટકાનું રિટર્ન મળવાની સંભાવના છે. ELSSમાં રોકાણ કરી શાનદાર ટેક્સ છૂટ અને રિટર્ન મેળવો.

જાણો કેવી રીતે બચાવી શકાય કેપિટલ ગેન્સ ટેક્સ

પ્રોપર્ટી વેચવા પર મળતા નફાને કેપિટલ ગેન ટેક્સ કહેવાય છે. સેક્શન 54 અંતર્ગત કેપિટલ ગેન્સ ટેક્સ બચાવી શકાય છે. કેપિટલ ગેન્સની રકમ બીજી પ્રોપર્ટી ખરીદવામાં રોકાણ કરી શકાય છે.

શેર, ઈક્વિટી મ્યૂચૂઅલ ફંડ પર LTCG ટેક્સ

શેર, ઈક્વિટી મ્યૂચૂઅલ ફંડના કારણે લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સમાં રોકાણકારોને નુકશાન થયું છે. જેનાથી સરકારને પણ ફાયદો થતો નથી. LTCG ટેક્સ પર સરકારે પોતાનો નિર્ણય પાછો લેવો જોઈએ. LTCG ટેક્સ હટી જશે તો બજારમાં રોકાણકારોની સંખ્યામાં વધારો થશે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana

ગર્લ્સ અહીં ધ્યાન આપો/ હાઈ હિલ્સ પહેરવાના ચક્કરમાં આપને પણ થઈ શકે છે આ પાંચ બિમારી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!