આજકાલની દુનિયા ટેકનોલોજીની બની ગઈ છે. આપણે મશીનોની સાથે ટેકનોલોજી સાથે જીવતા થઈ ગયા છીએ. એટલા બધા ડિવાઈસ નો રોજેરોજ સામનો કરી રહ્યા છીએ. આ ડિવાઈસ આપણી જરૂરિયાત બની ગઈ છે. કામ માટે લેપટોપ, ખીસ્સામાં સ્માર્ટફોન અને ઘરમાં સ્માર્ટ ટીવી વગેરે વગેરે. તમે સ્માર્ટ ફોન અને લેપટોપ દ્વારા સાઈબર ક્રાઈમની ઘટના સાંભળી છે. એનાથી તમારી જાસૂસી થવાના અનેક કિસ્સા સાંભળ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરની દિવાલો પર ટિંગાયેલા Smart TV સ્માર્ટ ટીવી દ્વારા પણ તમારી જાસૂસી થઈ શકે છે. સ્માર્ટ ટીવી તમારી પર નજર રાખે છે અને દરેક વસ્તુનું ધ્યાન રાખે છે.

સ્માર્ટ ટીવીમાં એવા ધમાકેદાર ફિચર્સ હોય છે. ટીવીને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવાથી લઈને એના પર ઓટીટી એપ્સ સુધી અનેક વસ્તુઓ થઈ શકે છે. પરંતુ આ બધું જેટલું ફાયદાકારક છે એટલું જ ખતરનાક પણ છે. સ્માર્ટ ટીવી પાસે તમારી પર્સનલ જાણકારી હોય છે. સ્માર્ટ ટીવી પણ ટ્રેક થતું હોય છે. ટીવીની મદદથી તમારો ડેટા કલેક્ટ થઈ શકે છે. જ્યારે યુટ્યૂબ પર સર્ચ કરો તો કંપની પૂરો ડેટા કલેક્ટ કરી લે છે. એના આધારે તમને એડ્સ દેખાડવામાં આવે છે.
ટીવીમાં ACR ફિચર્સ હોય છે જેનું આખું નામ ઓટોમેટિક કંટેન્ટ રિકોગ્નિશન. આ તમામ વીડિયોને મોનિટર કરે છે. જે તમે જોઈ શકો છો. માર્કેટિંગ કંપનીઓ આ ડેટાનો ઉપયોગ કરે છે. દરેક ટિવીમાં અલગ અલગ પ્રકારના સેટિંગ્સ હોય છે. સેમસંગનું ટીવી હોય તો સ્માર્ટ હબ પોલિસી પર જવાનું રહેશે. અહીં Sync Plus and Marketing ઓપ્શન મળશે. એને ડિસેબલ કરવાનું હશે. જે પછી તમારું સ્માર્ટ ટીવી જાસૂસી નહીં કરી શકે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ
- મહાભારતના યુદ્ધમાં વપરાયેલા દૈવી શસ્ત્રો, તેમાંથી એક બ્રહ્મશિરાને લીધે અશ્વત્થામા હજુ પણ ભટકી રહ્યા છે!
- ઉનાળામાં ઘરે બનાવો મેંગો જામ, સ્ટોર કરી આખું વર્ષ તેનો આનંદ લો
- Gufi Paintal Death/ 10 ફિલ્મો અને 16 સિરિયલ્સમાં કર્યું કામ, મહાભારતમાં શકુની બનીને ઉભી કરી ઓળખ
- wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર