GSTV

સ્માર્ટફોનમાં એપ્સને ટક્કર આપના Googleની નવી ટ્રીક, ક્રોમમાં કરો સ્માર્ટ સર્ચ

પીસીમાં ઇન્ટરનેટ સર્ફિંગ કે, સર્ચિંગમાં Google સર્ચ એન્જિનનો દબદબો છે, પણ સ્માર્ટફોનમાં એપ્સ Google નો ગરાસ લૂંટવા લાગી. આથી ગૂગલે તેના પણ રસ્તા શોધ્યા! તમે જાણતા હશો કે પીસીમાં ક્રોમમાં આપણે કોઈ વેબસાઇટ વાંચી રહ્યા હોઈએ અને તેમાંના કોઈ શબ્દ વિશે વધુ જાણવું હોય તો એ શબ્દને કોપી-પેસ્ટ કરી, સર્ચ બોક્સમાં નાખીને સર્ચ કરવાની જરૂર નથી. ફક્ત એ શબ્દને સિલેક્ટ કરી, માઉસથી રાઇટ ક્લિક કરીએ એટલે ‘સર્ચ ગૂગલ ફોર ‘(સિલેક્ટેડ વર્ડ)’ એવો વિકલ્પ મળે છે.

સર્ચ વધુ સ્માર્ટ બનાવવામાં આવ્યું

આ સગવડ સ્માર્ટફોનના ક્રોમમાં પણ છે, જરા વધુ સ્માર્ટ રીતે! સામાન્ય રીતે, આપણે જે તે શબ્દને લાંબો સમય પ્રેસ કરીએ એટલે તેને કોપી કરવાનો કે તેના વિશે વેબ સર્ચ કરવાનો વિકલ્પ મથાળે જોવા મળે. આગળ જતાં આ રીતે સર્ચ વધુ સ્માર્ટ બનાવવામાં આવ્યું. હવે કોઈ પણ વેબપેજમાં શબ્દને લાંબો સમય પ્રેસ કરી રાખતાં નીચેની તરફ એક સર્ચ કાર્ડ ઓપન થાય છે, તેને ઉપરની તરફ સ્લાઇડ કરતાં એ શબ્દ સંબંધિત સર્ચ રિઝલ્ટ તરત જ જોવા મળે. આપણા માટે આ સગવડ કામની છે, તેમ ગૂગલે આખા ઇન્ટરનેટના તમામ શબ્દોનો સર્ચ ટર્મમાં ફેરવી નાખ્યા છે, લોકો જેમ વધુ સર્ચ કરે, તેમ ગૂગલને વધુ ફાયદો છે!

જાણી લો સ્માર્ટફોનના કેમેરા સંબધિત કેટલાક શબ્દોના અર્થ

રેઝોલ્યુશન

એક ઇમેજમાં કેટલી વિગતો સમાઈ શકશે તેનું માપ. ડિજિટલ ઇમેજ ‘પિક્સેલ’ તરીકે ઓળખાતા સંખ્યાબંધ નાના રંગીન ડોટ્સથી બને છે. ઇમેજમાં જેમ વધુ પિક્સેલ (કે રેઝોલ્યુશન) તેમ તેમાં વધુ વિગતો સમાઈ શકે.

મેગાપિક્સેલ

ડિજિટલ કેમેરાના સેન્સરનું રેઝોલ્યુશન દર્શાવવા વપરાતો શબ્દ. જોકે વધુ મેગાપિક્સેલનો કેમેરા એટલે વધુ સારી ઇમેજ એવું જરૂરી નથી, કારણે તસવીરની ગુણવત્તાનો આધાર પિક્સેલ ઉપરાંત કેમેરના લેન્સ જેવી બીજી બાબતો પર પણ છે.

ડ્યુઅલ એલઇડી/ટ્રુ ટોન ફ્લેશ

ફોનમાં આ પ્રકારની ફ્લેશ હોય તો સામાન્ય એલઇડી ફ્લેશ કરતાં આવી ફ્લેશના અજવાળામાં, ખાસ કરીને કોઈ વ્યક્તિના ચહેરાનો ફોટોગ્રાફ લઈએ ત્યારે ત્વચાનો ટોન વાસ્તવિકની નજીકનો મળે. આ પ્રકારની ફ્લેશની શરૂઆત એપલે કરી, હવે ઘણી નોંધપાત્ર કંપની પોતાના મોબાઇલમાં આવી ફ્લેશ આપે છે.

લેસર ઓટો ફોકસ

આ ફીચરથી, ફોટોગ્રાફી કરતી વખતે કેમેરા અને જેનો ફોટોગ્રાફ લેવાનો છે તે બંને વચ્ચેનું અંતર લેસર કિરણની મદદથી નક્કી કરવામાં આવે છે અને તેના આધારે કેમેરા ફોકસ કરે છે. સામાન્ય ઓટો ફોકસ કરતાં આ વધુ ઝડપી મનાય છે. આ સુવિધાની શરૂઆત એલજી કંપનીએ કરી અને હવે સંખ્યાબંધ કંપની તે ઓફર કરે છે.

ઓટો ફોકસ (એએફ) ફિક્સ્ડ ફોકસ

ઓટો ફોકસ એટલે કેમેરામાંની એવી સિસ્ટમ જેનાથી દૃશ્યની જરૂરિયાત મુજબ લેન્સીઝને આપોઆપ આગળ કે પાછળ લઈ જઈને ફોકસ થઈ શકે છે. ફિક્સ્ડ ફોકસમાં આવી સગવડ હોતી નથી. ફિક્સ્ડ ફોકસ કેમેરા હવે મોટા ભાગે ખાસ્સી ઓછી કિંમતના સ્માર્ટફોનમાં જ જોવા મળે છે.

બેક અથવા રીયર-ઇલ્યુમિનેટેડ સેન્સર

આ પ્રકારના સેન્સરથી ઓછા પ્રકાશમાં પણ સારા ફોટોગ્રાફ કે વીડિયો શૂટ કરી શકાય છે.

એપર્ચર/એફ-નંબર

તમે કેમેરાનાં સ્પેસિફિકેશન્સ ધ્યાનથી જોશો તો તેમાં એફ૨.૦ કે એફ૨.૪ એપર્ચર લખ્યું હશે. એપર્ચર એટલે કેમેરાના લેન્સ વચ્ચેનું છિદ્ર જેમાંથી પ્રકાશ પસાર થાય છે. એફ-નંબર તેનો વ્યાસ દર્શાવે છે, પણ એફ-નંબર જેમ ઓછો તેમ પ્રકાશ ઝીલવાથી ક્ષમતા વધુ. એફ૨.૪ કરતાં એફ૨.૦ એપર્ચરમાંથી વધુ પ્રકાશ પસાર થાય ને ઓછા અજવાળામાં પણ સારી ફોટોગ્રાફી થઈ શકે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!