સ્માર્ટફોનના અનેક ફિચર્સ અંગે આપણે જાણીએ છીએ અને તેનો ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ વર્તમાનમાં સ્માર્ટફોનમાં એવા ફીચર્સ પણ આવે છે કે જે ઘણા ઉપયોગી હોય છે અને તે અંગે આપણને જાણ હોતી નથી. જેમ સ્માર્ટફોનના ઈયરફોનની મદદથી ફોટો ક્લિક કરવો અથવા વીડિયો બનાવતા સમયે ફોટો ક્લિક કરવો. ફોનમાં અનેક એવા ફીચર્સ છે જે અંગે વધુ લોકો જાણતા નથી. જાણો સ્માર્ટફોનના અમૂક એવા સિક્રેટ ફીચર્સ અને ટ્રિક્સ જે ઘણા કામના છે.

વીડિયો સાથે ક્લિક કરો ફોટો
સ્માર્ટફોન દ્વારા જો તમે વીડિયો બનાવી રહ્યા છો અને તે જ સમયે ફોટો ક્લિક કરવા માંગો છો તો વીડિયો બંધ કરવી જરૂરત નથી. સ્માર્ટફોનમાં વીડિયો બનાવતા સમયે એક ફોટોનું આઈકન પણ દેખાય છે જેને ક્લિક કરતા જ વીડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે તેની સ્ટિક્સ એટલે કે ફોટો પણ ક્લિક કરી શકો છો.
ફોટો આ રીતે કરો ઝૂમ
જો તમારી આંખ થોડી નબળી હોય અથવા સ્ક્રિનના કોઈ ટેક્સ્ટને વધારીને જોવા માંગતા હોય તો સ્માર્ટફોનમાં એક સારુ ફિચર છે સ્ક્રીન મેગ્નિફિકેશનનું. આ ફિચર દ્વારા ફોન સ્ક્રીનનો કોઈ પાર્ટ ઝૂમ કરી શકો છો તેના માટ તમારે સ્ક્રીન પર ત્રણ વખત ટેપ કરવાનું છે જેનાથી સ્ક્રીન ઝૂમ તઈ જશે. આ ફીચર માટે સેટિંગમાં એક્સેસબિલિટીમાં જઈને મેગ્નેફિકેશન જેસ્ચરને ઓન કરો.

સરળતાથી વધશે રિઝોલ્યૂશન
વર્તમાન સ્માર્ટફોનમાં માઈક્રો લેંસનું ફિચર છે જેનાથી તમે નાના-નાના ઓબ્જેક્ટનો ફોટો ક્લિક કરી શકો છો. પરંતુ માઈક્રો ઓબ્જેક્ટને ક્લિક કરવાની એક ટ્રીક પણ છે. તમે તમારા ફોનના રિયલ કેમેરા લેંસ પર પાણીનું એક ટીપૂં લગાવો. એમ કરવાથી કેમેરાનો લેંસ વધુ ઝૂમ થઈ જશે. અને કોઈ ઝૂમ વગર તે નાના ઓબ્જેક્ટને મોટા રિઝોલ્યૂશનમાં દેખાડે છે.
ખરાબ રિમોટ અંગે આ રીતે મળે છે જાણકારી
ઘણી વખત આપણા ટીવી, સ્પીકર અથવા કોઈ અન્ય ડિવાઈઝનું રિમોટ ખરાબ થઈ જાય છે. બેટરી બદલવા છતા પણ રિમોર્ટ બરાબર કામ કરતું નથી. એવામાં રિમોટ સાચે જ ખરાબ છે તે અંગે સ્માર્ટફોન દ્વારા જાણી શકાય છે. તમે રિમોટના સેંસરને ફોનના કેમેરા સાથે રાખી રિમોટનું બટન દબાવો. જો રિમોટના સેંસરમાં લાઈટ બ્લિંક કરે છે તો જાણી લ્યો કે રિમોટ બરાબર છે અને જો લાઈટ બ્લિંક નથી કરતી તો રિમોટ ખરાબ છે.

હેડફોન દ્વારા ક્લિક કરો ફોટો
તમારા સ્માર્ટફોનના હેડફોન માત્ર મ્યૂઝીક સાંભળવાના કામમાં જ નથી આવતા પરંતુ તેની મદદથી તમે ફોનમાં ફોટો પણ ક્લિક કરી શકો છો. જો કે, આ ફીચર તમામ સ્માર્ટફોનના ઈયરફોનમાં હોતું નથી, પરંતુ તેમ છતાં તમે તમારા સ્માર્ટફોનમાં આ ફિચર ચેક કરી શકો છો. અમૂક ફોનના ઈયરફોનના પ્લે અને પોઝ બટનની મદદથી તમે ફોટો ક્લિક કરી શકો છો સાથે જ ઈયરફોનના વોલ્યૂમ બટનથી ઝૂમ ઈન અને ઝૂમ આઉટ પણ કરી શકો છો.
READ ALSO
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો