Smart Phone Addiction: લગભગ 23.8 ટકા બાળકો સૂવાનો સમય પહેલાં પથારીમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને 37.15 ટકા બાળકોએ સ્માર્ટફોનના ઉપયોગને કારણે એકાગ્રતાના સ્તરમાં ઘટાડો અનુભવ્યો છે. બુધવારે રાજ્યસભામાં આ જાણકારી આપવામાં આવી છે.

ઇલેક્ટોરનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભાને એક લેખિત જવાબમાં જણાવ્યું કે મંત્રાલય પાસે બાળકોમાં ઈન્ટરનેટની લત અંગે કોઈ વિશેષ જાણકારી નથી, પરંતુ તેમણે રાષ્ટ્રીય બાળક અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળકોની ઈન્ટરનેટ પહોંચ સાથે મોબાઈલ ફોન અન્ય ડિવાઇસના ઉપયોગ કરવાના કારણે (શારીરિક, વ્યવહારિક અને મનો-સમાજિક) ‘પ્રભાવો’ પર કરવામાં આવેલા રિસર્ચના આંકડાઓનો હવાલો આપ્યો.
રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, અભ્યાસ મુજબ, 23.80 ટકા બાળકો સૂવાના સમય પહેલાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે, જે ઉંમર સાથે વધે છે અને 37.15 ટકા બાળકોમાં, હંમેશા અથવા વારંવાર, સ્માર્ટ ફોનના ઉપયોગના અનુભવને કારણે એકાગ્રતા સ્તરમાં ઘટાડો થાય છે.

તેઓ એક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે મહામારી દરમિયાન બાળકોમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ વધ્યો છે જેના પરિણામે તેઓને ઈન્ટરનેટની લત લાગી ગઇ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ