GSTV
Home » News » તમારા ફોનની બેટરીના લોન્ગ લાઈફ માટે ધ્યાનમાં રાખો આ વાતો, ફાયદામાં રહેશો

તમારા ફોનની બેટરીના લોન્ગ લાઈફ માટે ધ્યાનમાં રાખો આ વાતો, ફાયદામાં રહેશો

આપણા  જીવનમાં  હવે  સ્માર્ટફોનનો  સમાવેશ  સૌથી  મહત્ત્વના  ઊપકરણમાં  થવા લાગ્યો  છે અને  ઘણા લોકોનું  મોટા ભાગનું  કામ પણ  તેના પર આધારિત  હોવાથી લોકો સાથે જોડાઈ  રહેવામાં પણ તે મહત્ત્વની  ભૂમિકા ભજવે  છે.  તેના  માટે  આવશ્યક્તા  હોય  છે કે ફોન દિવસભર  ચાર્જ્ડ   રહે  જેથી  તમે  આખો  દિવસ  તમારા  ફોનનો ઉપયોગ કરી શકો. આવો  જાણીએ કેટલીક  ભ્રામક  માન્યતાઓ અને તેની પાછળની સાચી વાત  સાચુ કારણ

આખી રાત ચાર્જ કરવાથી બેટરી ખરાબ થાય છે

સાચી વાત :  તમારા ફોનને આખી  રાત ચાર્જ કરવાથી તેની બેટરીને કાંઈ જ નુકસાન  થતું નથી કારણ નવા સ્માર્ટફોન  એકવાર પૂર્ણ  ચાર્જ થઈ ગયા  બાદ ચાર્જિંગ  આપમેળે  અટકાવી  દે છે.  પરંતુ  જો આ ચાર્જિંગ  દરમિયાન  તમારો  ફોન ગરમ થતો  હોય  તો તમારે ચાર્જિંગ  કરતી વખતે  સંભાળવાની  જરૂર  ખરી કારણ  મોબાઈલ  ગરમ થાય તો તે બેટરીને લાંબા ગાળે નુકસાન પહોંચાડી  શકે  છે.

વારંવાર ચાર્જ કરવાથી બેટરી બગડે  છે

સાચી વાત: આ બાબત ખોટી  છે કારણ વારંવાર ચાર્જ કરવાથી  તમારા  ફોનમાં  બેટરીનું  અમુક  પ્રમાણ જળવાઈ  રહે છે.  એક આદર્શ  ફોનમાં  હમેશાં ૫૦ થી  ૮૦  ટકા  બેટરી  હોય છે અને વારંવાર  ફોન ચાર્જ   કરવામાં  કોઈ જ  વાંધો  નથી.

ફૂલ ચાર્જિંગ  સારું  છે

સાચી વાત: બેટરીને  આખી ખાલી કરીને ફરીથી આખી ચાર્જ કરવી  સામાન્ય રીતે આદર્શન  મનાય છે  જો તમે આવું વારંવાર કરી રહ્યા  છો તો  તમે તમારા  સ્માર્ટફોનને હાથે કરીને બગાડી રહ્યા  છો. આખી બેટરી  ખાલી કરી તેને ફૂલ ચાર્જ   કરવી યોગ્ય નથી. જો તમે વારંવાર  આમ કરો તો તે તમારા ફોનની જીવનક્ષમતાને ઘટાડશે.

બીજા  ફોનના ચાર્જર  વાપરવામાં  વાંધો નથી

સાચી વાત:  તમારા  ફોન સાથેના ઓરિજિનલ  ચાર્જર જ  વાપરવા  જોઈએ  કારણ  બીજા બધા ફોનની  ક્ષમતા  અનુસાર  વોલ્ટેજમાં  ફરક પડતો  હોય  છે. અને આ જ  ફરક તમારા ફોનને  લાંબે  ગાળે  નુકસાન પહોંચાડે  છે.

આમ  અમુક  મિથ્યા ભ્રમણાઓને  મૂકીને  જો આપણે  સાચા  કારણને  અનુસરી  ફોન વાપરીએ  તો  તેની બેટરીનું  જીવન વધારી  શકાય  અને સુખેથી  સ્માર્ટફોન વાપરી શકાય.

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!