GSTV

સ્માર્ટફોનનો વધુ ઉપયોગ નોતરી શકે છે આ ગંભીર બિમારીઓ, થઈ જાવ સાવધાન!

સ્માર્ટફોનનાં વધારે પ્રમાણમાં ઉપયોગથી ઘણા પ્રકારની બિમારીઓ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર સ્માર્ટફોનનાં વધારે વપરાશથી ફક્ત આંખો પર ઉંડી અસર કરે છે, પરંતુ યુવાઓનાં માનસિક સ્વાસ્થ્ય પર પણ બહોળા પ્રમાણમાં અસર કરે છે. એક રિર્સચ અનુસાર યુવાઓએ સ્માર્ટફોનનાં વપરાશ પર નિયંત્રણ લેવાની જરૂર છે.

કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત અધ્યયન અનુસાર જ્યારે બિમાર બાળકોની હોસ્પિટલમાં એવા બાળકો પર શોધ કરવામાં આવી કે જે વધારે સ્માર્ટફોનનો વપરાશ કરે છે તે તેમનું માનસિક સ્વાસ્થ્ય વધારે ખરાબ સામે આવ્યું હતું. રિસર્ચ ટીમે જણાવ્યું કે યુવાઓમાં સૌથી વધુ સ્માર્ટફોનનો વપરાશ એ અત્યંત ખતરનાક રૂપ છે.

આજના સમયમાં બાળકો સૌથી વધારે સમય સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પર વ્યતિત કરે છે, જે ચિંતાનો વિષય છેય જેના કારણે તેમની રમતગમતની વીધીઓ પર અસર કરે છે. તેમણે એપણ જણાવ્યું કે શિક્ષકો, અભિભાવકો અને ચિકિત્સકોએ બાળકોનાં ફોનનાં વપરાશનાં ક્લાકો પર ધ્યાન આપવું જોઈએ, અને સાથે સાથે એ પણ જવાબદારી બને છે કે બાળકો ઓછામાં ઓછા સમય ફોનનો વપરાશ કરે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!