GSTV
Ajab Gajab Auto & Tech Trending

પરસેવાની ગંધથી શરીરમાંથી નહીં આવે દુર્ગંધ, મોબાઈલ પર એક બટનથી તમને મહેકાવી દેશે સ્માર્ટ પરફ્યૂમઃ ફોનથી સેટ કરી શકશો સુગંધ

આજના જમાનામાં નવા નવા સંશોધનો સતત થતા જ રહે છે. નવી ટેકનોલોજી સાથે સ્માર્ટ ડિવાઈસ માર્કેટમાં આવે છે. ઘણાં એવા સ્માર્ટ ડિવાઈસ છે જે દેખાવે આશ્ચર્યજનક કામ કરી આપે છે. આપણી આસપાસના જે ડિવાઈસ છે તેને સ્માર્ટ ડિવાઈસ કહીએ છીએ. કારણ કે તે એક બટન સાથે મશીનની જેમ કામ કરે છે. આવા ગેજેટ્સ વિશે જાણવું એટલી હેરતગંજ વાત નથી પરંતુ એવી પ્રોડક્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે જાણીને તમને ચોક્કસપણે આશ્ચર્ય થશે. અમે તમને એક એવા પરફ્યુમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મોબાઈલ એપથી કામ કરે છે.

તમને જણાવી દઈએ કે આ નિનુ સ્માર્ટ પરફ્યુમ સરળતાથી તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ જાય છે અને તેને સંપૂર્ણ રીતે સ્માર્ટફોનથી જ હેન્ડલ કરી શકાય છે. તમને પરફ્યુમથી ઓછી ફ્રેગ્રેન્સ જોઈએ કે વધુ તે બધું તમારા સ્માર્ટ ફોનથી જ કન્ટ્રોલ કરી શકશો. તમે પોતે જ તમારા હિસાબે ટકાવારી નાંખીને તેને વધુ ઓછું કરી શકો છો. તેમાં બેટરી આપવામાં આવી છે જે બોટલના ડિસ્પ્લે પર ફ્લેશ કરે છે. અને આરામથી રિચાર્જ કરી શકાય છે.

આ પરફ્યુમ નિર્માતા કંપનીનો આ દાવો છે કે નિનુ સ્માર્ટ પરફ્યુમ ઘણા મોડ્સ સાથે આવે છે એટલે કે તમે પસંદ કરી શકો છો કે તમારે ડીઓ જોઈએ કે સેન્ટ. સાથે જ આ સ્માર્ટ પરફ્યૂમમાં તમને 100 ફ્રેગ્રેન્સ ઓપ્શન આપવામાં આવી રહ્યા છે. જેમાંથી તમે તમારી પસંદની સુગંધ ફોનથી જ સેટ કરી શકો છો અને પછી તેનો ઉપયોગ કરી શકો છો.

નિનુ સ્માર્ટ પરફ્યુમની કિંમત

આ સ્માર્ટ પરફ્યૂમને તમે કેટલા રૂપિયામાં ખરીદી શકો છો. કિંમત સાંભળીને પણ તમે વિચારતા રહી જશો. તમે માનશો કે નિનુ સ્માર્ટ પરફ્યુમ એકદમ યુનિક છે અને તેથી તેની કિંમત પણ થોડી વધારે હશે. તમે આ સ્માર્ટ પરફ્યુમને 15 હજાર રૂપિયામાં ઘરે લઈ જઈ શકો છો અને તમને મીટ નિનુ એપ પર ઘણા વિકલ્પો પણ જોવા મળશે. તેમાં આપેલા 100 સુગંધ વિકલ્પોનો તમે અલગ-અલગ દિવસો અને પ્રસંગો માટે ઉપયોગ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Oppo Reno 7 સ્માર્ટ ફોનની કિંમતમાં થયો મોટો ઘટાડો, ધાંસૂ ફિચર્સ સાથેનો ફોન હવે આ કિંમતમાં ખરીદી શકાશે

Hardik Hingu

39 વર્ષની ઉંમરે Dale Steynએ અનોખો કારનામું કર્યું, ક્રિકેટબોલ નહીં પરંતુ આ સ્ટંટમાં અજમાવ્યો પોતાનો હાથ: વીડિયો જોઈને ચોંકી જશો

Binas Saiyed

મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો

GSTV Web Desk
GSTV