GSTV
Home » News » જલ્દી આવવાનો છે Smart Mirror, હવે તમને ઘરમાં જ મળશે વર્કઆઉટ અને યોગાની ટ્રેનિંગ

જલ્દી આવવાનો છે Smart Mirror, હવે તમને ઘરમાં જ મળશે વર્કઆઉટ અને યોગાની ટ્રેનિંગ

ટેક્નોલોજીનાં યુગમાં, આવા ઉપકરણો આવ્યા છે, જેણે લોકોનું જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. આ સાથે, લોકોને ઘણી બધી સુખ સુવિધાઓ આપી છે, જેનાં વિશે વિચાર પણ કરી શકતા ન હતા. હવે લોકો તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્માર્ટ વૉચ માટે સ્માર્ટફોન જેવા ગેજેટ્સનો ઉપયોગ કરે છે. હવે, વિશેષ ટેકનોલોજીથી સજ્જ સ્માર્ટ મિરર ટૂંક સમયમાં વૈશ્વિક બજારમાં પ્રવેશ કરશે.

Smart Mirror સાથે જોડાયેલી જાણકારી

વાસ્તવમાં ઈંટરેક્ટિવ ફિટનેસ કંપનીએ મિરરની જેવું જ દેખાતું એક ડિવાઈસ તૈયાર કર્યુ છે. જે યુઝર્સને ઘણું કામમાં આવશે. સાથે જ આ સ્માર્ટ મિરરમાં એલસીડીમાં ડિસપ્લે આપવામાં આવ્યુ છે. આ ડિવાઈસ પર્સનલ ટ્રેનરની જેમ કામ કરશે. એટલું જ નહી આ ગેઝેટ યુઝર્સને ફિટનેસ ટ્રેનિંગ આપવાની સાથે સાથે કસરત કરવા માટે મોટિવેટ પણ કરશે. કિંમતની વાત કરીએ તો આ ડિવાઈસની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવી શકે છે. જોકે, કંપનીએ તેના વિશે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. આ ડિવાઈસને એપ દ્વારા ઓપરેટ કરી શકાશે. આ ગેઝેટ યુઝર્સને યોગા અને સ્ટ્રેંથની ટ્રેનિંગ આપશે. સાથે જ યુઝર્સેને આ ડિવાઈસમાં કેમેરો, ઓડિયો પ્લેટફોર્મ અને માઈક્રોફોન આપવામાં આવશે. તેનાં સિવાય લોકોને સ્માર્ટમિરરમાં કસરત સાથે જોડાયેલી મહત્વની જાણકારી પણ મળશે.

Smart Mirrorનું સ્પેસિફિકેશન

સ્માર્ટ મિરરમાં 40 ઇંચની 1080 પિક્સલ રિઝોલ્યુશન વાળી એલસીડી ડિસ્પ્લે મળશે. પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને, કંપની આ ગેજેટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપશે. સાથે માઇક્રોફોન પણ આપવામાં આવશે. આ ઉપકરણમાં ઇન્સ્ટોલ કરેલો કેમેરો અને માઇક્રોફોન તાલીમ દરમિયાન સક્રિય થશે.

Trainer બેસ્ડ વર્કઆઉટ એક્ટિવિટી ફિચર

આ ડિવાઈસનાં યુઝર્સ યોગા, સ્ટ્રેંથ, સેશન લેન્થ, ટ્રેનર મોટિવેશન સહિત ઘણા શિડ્યૂલને પોતાની જરૂરિયાતના હિસાબે પસંદ કરી શકશે.  સાથેજ, વપરાશકર્તાઓ આ ઉપકરણના ડિસપ્લેમાં કસરતનો સમય, કેલરી અને હાર્ટ રેટને જોઈ શકશે.

યુઝર્સને આટલા રૂપિયામાં મળશે મંથલી સેશન

ફિટનેસ કંપનીએ ગ્રાહકો માટે 2,770 ની કિંમત સાથે 30 મિનિટનું ટ્રેનિંગ સેશન ઉપલબ્ધ કરાવ્યુ છે. આ સિવાય યુઝર્સને દર મહિને નવા લાઇવ ફિટનેસ ક્લાસિસ પણ મળશે.

READ ALSO

Related posts

VIDEO : હોસ્પિટલની બાજુમાં જ કપિરાજે લોકોને બચકા ભરતાં લોકોને કારણ વિનાનું દાખલ થવું પડ્યું

Mayur

સુરત : પત્ની સાથે અણબનાવ રહેતા પતિએ ફેંક્યુ એસિડ, મહિલા ગંભીર રીતે દાઝી

Mayur

ડુંગળી અને શાકભાજીના ભાવ આમ જ વધતા રહ્યાં તો થાળીમાંથી લુપ્ત થઈ જતા વાર નહીં લાગે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!