આપણા દેશમાં લોકો રોકાણ માટે Fixed Depositને સૌથી વધુ પસંદ કરે છે પરંતુ હાલ નાની બચત યોજના (Small Savings Scheme) FD કરતાં વધુ આકર્ષક થઇ ગઇ છે. હકીકતમાં સરકાર દ્વારા આ યોજનાઓ પર મળતાં વ્યાજ (Interest Rate)ને જુલાઇથી સપ્ટેમ્બર માટે બદલવામાં નથી આવ્યુ જેના કારણે હાલ આ યોજનાઓ પર બાકી યોજનાઓ, ત્યાં સુધી કે ફિક્સ્ડ ડિપોઝીટ કરતાં વધુ નફો મળી રહ્યો છે. તેમાં પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF), સીનિયર સીટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (SCSS) જેવી યોજનાઓ સામેલ છે.
Fixed Deposit કરતાં વધુ સારો વિકલ્પ છે આ સ્કીમ

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ મે મહિનામાં ફિક્સ્ડ ડિપોઝિટના દરો (SBI FD Rates)ને રિવાઇઝ કર્યા છે. હવે SBI એફડી પર 2.9 ટકાથી લઇને 5.4 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ 2 કરોડ રૂપિયાથી ઓછી વેલ્યૂ 45 દિવસની એફડીથી લઇને 10 વર્ષ સુધીની એફડી માટે અલગ-અલગ છે. જ્યારે પબ્લિક પ્રોવિડેંટ ફંડ (Public Provident Fund) પર વ્યાજ 7.1 ટકાના દરે મળી રહ્યું છે અને આ જ રીતે પોસ્ટ ઑફિસમાં 3 વર્ષથી 5 વર્ષ માટે 5.5થી 6.7 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે.
Sukanya Samridhi Yojana સૌથી ફાયદાકારક

નાની બચત યોજનામાં સૌથી વધુ વ્યાજ દર સુકન્યા સમૃદ્ધ યોજના (SSY) પર મળે છે. આ યોજના પર સરકાર તરફથી 7.6 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. સાથે જ સીનિયર સિટીઝન્સની વાત કરીએ તો તેમના માટે ચલાવવામાં આવતી આ ખાસ યોજનાઓમાં સરકાર તરફથી સારુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એટલે કે સીનિયર સીટીઝન્સ સેવિંગ્સ સ્કીમ (Senior Citizen Savings Schemes)માં રોકાણ આવા લોકો માટે ફાયદાકારક છે. આ યોજના અંતર્ગત હાલ 7.4 ટકા વ્યાજ મળે છે. સાથે જ બેન્કે સીનિયર સીટિઝન્સ માટે સ્પેશિયલ સ્કીમ્સ લૉન્ચ કરી છે.
Read Also
- જાદુ તો તમને અમેઠીની જનતાએ બતાવ્યો હતો, આવું કેમ બોલ્યા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
- Health Tips/ ગાયનેકોલોજીસ્ટ પાસે જતા પહેલા જાણી લો આ બાબત, નહિ તો થઇ શકે છે પરેશાની
- Dell અને Zoom બાદ હવે eBay પણ લોકોને ‘છોડી’ દેશે, આટલા કર્મચારીઓનો રોજગાર છીનવાશે
- ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉનું નામ બદલાશે? ભાજપ સાંસદે પીએમ, અમિત શાહ અને સીએમ યોગીને લખ્યો પત્ર
- ચાઈનીઝ જાસૂસી બલૂને ભારતને પણ નિશાન બનાવ્યાનો દાવો, ધ વોશિંગ્ટન પોસ્ટનો ચોંકાવનારો અહેવાલ