GSTV

PPF, NSC, સુકન્યા યોજનામાં રોકાણ કરનારાઓ માટે મોટી ખબર, 30 સપ્ટેમ્બર સુધીમાં મોદી સરકાર આપશે આટલું વ્યાજ

ppf

મોદી સરકારે જુલાઇથી સપ્ટેમ્બર 2020 માટે નાની બચત યોજનાઓ (Small Saving Schemes) પર વ્યાજ દરમાં કોઇ બદલાવ નથી કર્યો. પોસ્ટ ઑફિસ સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દરને સરકાર નાણાકીય વર્ષના ક્વાર્ટરની શરૂઆતમાં સરકારી બોન્ડ પર આવકના આધારે સંશોધન કરે છે. 1 જુલાઇથી 30 સપ્ટેમ્બર 2020 સુધી અલગ-અલગ નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ગત ક્વાર્ટર સમાન રહેશે.

વ્યાજ દરો

PPF:

એપ્રિલથી જૂન 2020 ક્વાર્ટર માટે PPF પર વ્યાજ દરને વાર્ષિક 7.9 ટકાથી ઘટાડીને 7.1 ટકા કરવામાં આવ્યો હતો, એટલે કે 80 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

બેન્ક

SCSS:

વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓ માટેનું વ્યાજ દર એપ્રિલ-જૂનમાં વાર્ષિક 8.6 ટકાથી ઘટાડીને 7.4 ટકા કરાયું હતુ.

TD:

એપ્રિલ-જૂનમાં એક વર્ષની ટાઇમ ડિપોઝિટ માટેની કપાત 1.4 ટકા હતી. વ્યાજ દર 6.9 ટકાથી ઘટાડીને 5.5 ટકા કરાયો હતો.

પોસ્ટ ઑફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ જેવી કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ(NSC), KVP, ટાઇમ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડેંટ ફંડ (PPF), સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ્સ (SCSS), સુકન્યા સમૃદ્ધઇ યોજના (SSY) વગેરે રોકાણકારો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે જે સુરક્ષિત અને નિશ્વિત રિટર્ન મેળવવા ઇચ્છે છે.

જે લોકો NSC, KVP, ટાઇમ ડિપોઝિટ, સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)માં રોકાણ કરે છે, તેમના માટે વ્યાજ દર મેચ્યોરિટી સુધી ફિક્સ્ડ રહે છે. જો કે PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે દરમાં સંશોધન થાય છે. આ બદલાવ સરકાર દ્વારા નાણાકીય વર્ષના દર ક્વાર્ટર પર આધારિત હોય છે.

fd

અસર

પોસ્ટ ઑફિસની સ્કીમ્સ તે રોકાણકારોને હજુ પણ આકર્ષક લાગી શકે છે જે બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરે છે. વર્તમાનમાં મોટાભાગની કમર્શિયલ બેન્ક એફડી પર આશરે 5.5 ટકાનું વ્યાજ દર આપી રહી છે. કેટલીક પોસ્ટ ઑફિસ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં ટેક્સેબલ વ્યાજ હોઇ શકે છે. તેથી રોકાણ કરતાં પહેલાં પોસ્ટ ઑફિસ સ્કીમ્સ પર કમાયેલા વ્યાજની ટેક્સ લાયબિલિટીને જાણી લો.

આ ઉપરાંત મોટાભાગની સેવિંગ્સ સ્કીમ્સનો સમયગાળો લાંબો હોય છે તેથી તે સુનિશ્વિત કરી લો કે તમારી પાસે લિક્વિડ ફંડ છે. તેમાં રોકાણ કરતી વખતે તમારી લાંબા સમયગાળાની જરૂરિયાતોને લિંક કરી લો અને એસેટ એલોકેશન અને લોનને ધ્યાનમાં રાખો. મહત્વનું છે કે પોસ્ટ ઑફિસ સ્કીમ્સમાં રોકાણ કરવામાં આવેલી પૂરી રકમ પર સોવરેન ગેરેન્ટી હોય છે. તેથી તેને સંપૂર્ણ રીતે સુરક્ષિત માનવામાં આવે છે.

Read Also

Related posts

ચીનનો ઇરાદો અમેરિકા સહિત વિશ્વનાં અન્ય દેશો પર આર્થિક, સૈન્ય અને ટેકનીકલ દ્રષ્ટીએ દબદબો બનાવવાનો

Nilesh Jethva

લ્યો બોલો ! કુતરાના 42 બચ્ચા માટે બે મહિલાઓ વચ્ચે થયો ખરાખરીનો જંગ, બંને મહિલા પહોંચી પોલીસ સ્ટેશન

Pravin Makwana

આનંદો : અયોધ્યામાં બિરાજમાન રામ લલ્લાને ધરાવનાર થાળ આજીવન સૌરાષ્ટ્રના આ મંદિર તરફથી ધરવામાં આવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!