GSTV
Business Trending

ચૂંટણીની અસર / નાની બચત યોજનાઓના ઈન્ટરેસ્ટ રેટમાં નથી કરાયો ફેરફાર, જાણો અત્યારે કેટલું મળે છે વ્યાજ

નાની બચત યોજના

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ચોથા કવાર્ટર માટે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચતની યોજનાઓના વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી. સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે દેશમાં કોરોના ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વધી રહ્યાં છે.

નાની બચત યોજના

પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ગોવાની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યાજ દરમાં ઘટાડો કરવામાં ન આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી મહિને આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

અગાઉના ત્રણ કવાર્ટરની જેમ ચોથા કવાર્ટરમાં પણ પીપીએફ પર વાર્ષિક ૭.૧ ટકા અને એનએસસી પર વાર્ષિક ૬.૮ ટકા વ્યાજ આપવાનું ચાલુ રાખવામાં આવ્યા છે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર એક જાન્યુઆરી ૨૦૨૨થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ચોથા કવાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા છે.

નાની બચત યોજના

નાની બચત યોજનાઓમાં રોકાણની રકમની દ્રષ્ટિએ પશ્ચિમ બંગાળ પછી ઉત્તર પ્રદેશ દેશમાં બીજા ક્રમે આવે છે. એક વર્ષની ટર્મ ડિપોઝીટ સ્કીમ પરનો વ્યાજ દર ૫.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના પર વાર્ષિક ૭.૬ ટકા અને પાંચ વર્ષની સિનિયર સિટિઝન સવિંગ્સ સ્કીમ પર ૭.૪ ટકા વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu
GSTV