GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

કંટાળ્યા હોય નોકરીથી તો, બહુ ઓછા પૈસામાં શરૂ કરો પોતાનો બિઝનેસ, થશે અઢળક કમાણી

જો તમે નોકરીની ભાગદોડથી કંટાળી ગયા હોય તો, તમે તમારો પોતાનો બિઝનેસ કરવાનું વિચારી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કેટલાક એવા બિઝનેસ વિશે, જે તમારા ફ્યુચરને બ્રાઇટ બનાવી શકે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ માટે તમારે લાખો રૂપિયાનું રોકાણ કરવાની પણ જરૂર નહીં પડે. માત્ર 5-10 હજારના રોકાણથી તમે આ બિઝનેશ શરૂ કરી શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો.

જૂતાંની લૉન્ડ્રી
આજ-કાલ બજારમાં જૂતાંને ધોવા અને સાફ કરવાનાં પણ મશીનો આવી ગયાં છે. લોકો માત્ર કપડાં જ નહીં, પરંતુ જૂતાંને પણ લૉન્ડ્રીમાં આપવાનું શરૂ થઈ ગયું છે. આ કામ શરૂ કરી તમે સારી કમાણી શરૂ કરી શકો છો.

મોબાઇલ રિચાર્જ અને સિમ કાર્ડની દુકાન
તમે તમારી પોતાની રિચાર્જ અને સિમ કાર્ડની દુકાન ખોલી શકો છો. આ માટે તમારે 8-10 હજારથી વધારે રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી. આ બિઝનેસની સૌથી મહત્વની વાત એ છે કે, તેની માંગ હંમેશાં રગે છે. તમે આ દુકાન તમારા ઘરે પણ ખોલી શકો છો.

પ્રિંટર અને ફોટો કૉપી બિઝનેસ
પ્રિંટર અને ફોટો કૉપીનો બિઝનેસ પણ કમાણીનું એક સારું સાધન બની શકે છે. બહુ ઓછા રોકાણથી સારી કમાણી થશે, જો તમે કોઇ સ્કૂલ કે કૉલેજની આસપાસ પ્રિંટર અને ફોટો કૉપીની દુકાન ખોલશો તો, ઘણો વધારે નફો મળશે.

દરજીનો વ્યવસાય
ઘરે બેઠાં જ તમે દરજીનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ વિકલ્પ તમારા માટે બહુ સારો સાબિત થઈ શકે છે. આ કામ મહિલાઓ વધારે સારી રીતે કરી શકે છે. જેમને સીવણનો અને સુશોભનનો બહુ શોખ હોય, તેમના માટે આ બિઝનેસ બહુ સારો છે, જો તમે મન લગાવીને કામ કરો તો, દિન-પ્રતિદિન ગાહકોમાં વધારો થઈ શકે છે.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!