GSTV

જાણી લેજો/ Lockdown બાદ નાની કારોનું થઈ રહ્યુ છે જોરદાર વેચાણ, આ છે સૌથી વધુ વેચાયેલી 3 કારો

લોકડાઉન (Lockdown) ખોલવાની પ્રક્રિયાની વચ્ચે દેશમાં નાની કારો(Small Cars)ની ખરીદીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળવાના ભય અને જાહેર પરિવહન બંધ થવાના કારણે કારનું વેચાણ વધ્યું છે. જુલાઈ મહિનો કાર કંપનીઓ માટે રાહત લાવ્યો છે. સૌથી વધુ ખરીદેલી એન્ટ્રી લેવલ (Entry Level)હેચબેક કાર જોવા મળી છે. જુલાઈમાં, આ સેગમેન્ટમાં 40% વધુ ખરીદી જોવા મળી. આ જુલાઈમાં, 20,865 લોકોએ એન્ટ્રી-લેવલની હેચબેક કાર (Hatchback cars)ખરીદી હતી. જ્યારે ગયા વર્ષે જુલાઇમાં 14,910 હેચબેક વાહનોનું વેચાણ થયું હતું. એટલે કે, જુલાઈના આ એન્ટ્રી હેચબેક સેગમેન્ટમાં ગયા વર્ષની તુલનામાં 12 ટકાનું વેચાણ વધ્યું છે. આમાં પણ મારુતિ સુઝુકીનો અલ્ટોનો જલવો યથાવત છે, અલ્ટો ફરી એકવાર દેશની સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. તો ચાલો જુલાઈમાં વેચાયેલી શ્રેષ્ઠ કારો પર એક નજર કરીએ.

Maruti Suzuki Alto

મારુતિની Alto જુલાઈમાં દેશની સૌથી વધુ વેચાયેલી એન્ટ્રી હેચબેક બની હતી. જુલાઈ 2020 માં મારુતિ અલ્ટો (Maruti Alto)એ 13,654 યુનિટ વેચ્યા હતા. જ્યારે ગયા વર્ષે જુલાઈમાં તેણે 11,600 યુનિટ વેચ્યા હતા. એટલે કે, ગયા જુલાઈની તુલનામાં જુલાઈના આ Altoના વેચાણમાં 18% નો વધારો થયો છે. જૂન મહિનામાં પણ મારુતિ અલ્ટો (Maruti Alto) દેશમાં સૌથી વધુ વેચાયેલી કાર હતી, પરંતુ હ્યુન્ડાઇ ક્રેટા મે મહિનામાં બાજી મારી ગઈ.

Maruti Suzuki S-Presso

મારુતિની S-Presso જુલાઈમાં Alto પછી ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ વેચાયેલી એન્ટ્રી લેવલની હેચબેક છે. જુલાઈ 2020 માં Maruti Suzukiની S-Pressoના 3,604 યુનિટનું વેચાણ થયુ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલી આ કારને વધારે પ્રતિસાદ મળ્યો નથી, સપ્ટેમ્બરમાં તેણે ફક્ત 5006 કાર વેચી હતી. પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં તેનું વેચાણ તેજીથી થયુ છે.

Renault Kwid

એન્ટ્રી હૅચબૅક સેગમેન્ટમાં મારૂતિને ટક્કર આપી રહેલી ફ્રાંસની ઓટો કંપની રેનૉ. આ વર્ષે જુલાઇમાં Renault Kwidના 3,007 યુનિટ વેચાયા હતા. જ્યારે ગયા વર્ષે જુલાઈમાં 2,684 યુનિટ વેચાયા છે. એટલે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જુલાઈમાં Kwidનું વેચાણ 12 ટકા વધ્યું છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ મોદી સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો ભારત બની જશે આત્મનિર્ભર, 24 સેક્ટરમાં સરકાર બદલી રહી છે નિયમો

Karan

કામના સમાચાર/ ગુજરાતના કૃષિમંત્રીએ વિપક્ષના વિરોધ વચ્ચે રાહતની ડેડલાઈન પણ કરી દીધી જાહેર, ખેડૂતોની સુધરી જશે દિવાળી

Nilesh Jethva

બાળકોનાં સારા ભવિષ્ય માટે આ 3 સરકારી યોજનાઓમાં કરો રોકાણ, પૈસાથી ભરેલું રહેશે ખિસ્સું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!