GSTV
Home » News » ડિજિટલ પેમેન્ટ કંપનીના વિકાસપથમાં સરકાર બની અવરોધ, કેમ?

ડિજિટલ પેમેન્ટ કંપનીના વિકાસપથમાં સરકાર બની અવરોધ, કેમ?

ફોનપે અને ગુગલપે જેવી કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે કારણે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી ડિજિટલ પેમેન્ટ કંપની દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર થઈ શકે છે. કેટલાક પ્રકારની ફરિયાદ મળ્યા પછી આ નવી ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરવામાં આવી છે. જેથી યુપીઆઈમાં જોખમ ઓછો કરી શકે છે.

એનપીસીઆઈ દ્વારા લાગુ મહત્ત્વપુર્ણ પ્રોવિઝનમાં ડિજિટલ પેમેન્ટ કંપનીઓ માટે યુપીઆઈ બજાર હિસ્સાની મર્યાદા નક્કી કરી છે. આ પગલાથી ડાયરેક્ટ યુપીઆઈ – ઓનલી કંપનીઓનું નુકસાન થયુ હતું જેની અંદર વોલમાર્ટનો ફોનપે અને ગુગલ પે સાથે તાજેતરમાં લોન્ચ વોટ્સએપ પેનો પણ સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, પેટીએમ એક માત્ર મોટી કંપની છે જે યુપીઆઈની સાથે તેમના વોલેટ અને કાર્ડસને પણ પ્રોત્સાહન આપે છે. એપ્રિલ ર૦ર૦ સુધીમાં ફોનપે અને ગુગલપેને તેમની બજારના હિસ્સાને ૩૩ ટકા સુધી મર્યાદિત રાખવો પડશે જેનાથી છેવટે તેમની વિકાસ યોજનાને અડચણ આવી શકે છે. સૌથી વધારે બજારનો હિસ્સો મેળવવામાં આ કંપનીઓએ જંગી પ્રમાણમાં રોકાણ કર્યુ છે અને આ નિર્ણય આ કંપનીઓ માટે મોટો ઝટકો સાબિત થઈ રહ્યો છે.

તાજેતરમાં મોર્ગન સ્ટેલીને વોટમાર્ટના શેરની વૃદ્ધિનો શ્રેય ફોનપેની સફળતાને આપ્યો હતો. પરંતુ મર્યાદા નક્કી કરવા માટે કંપનીના મુલ્યાંકન અને ભંડોળ એક્ત્ર કરવા માટે મોટો ઝટકો લાગ્યો છે. કારણે તેઓ ટાઈગર ગ્લોબલ, ટેન્સેન્ટ, ડીએસટી ગ્લોબલ, સોફ્ટબેન્ક અને અન્ય પાસેથી એક અબજ ડોલર એક્ત્ર કરવાની યોજના બનાવી છે.

Read Also

Related posts

31 ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ, નહીં તો ખિસ્સામાંથી 10 હજાર કાઢવા તૈયાર રહેજો

Bansari

જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ

Bansari

દરરોજ ફક્ત 18 રૂપિયા જમા કરીને મેળવો 77 લાખ રૂપિયા, આ પ્લાન તમને બનાવી દેશે માલામાલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!