GSTV
Home » News » બેન્કમાં ખાતું હોય તો પૂરતું બેલેન્સ રાખવું બનશે જરૂરી, નહીંતર ભરવો પડશે દંડ

બેન્કમાં ખાતું હોય તો પૂરતું બેલેન્સ રાખવું બનશે જરૂરી, નહીંતર ભરવો પડશે દંડ

છેલ્લા ત્રણ વર્ષમાં સેવિંગ બેન્ક એકાઉન્ટ હોલ્ડર દ્વારા મહત્ત્મ બેલેન્સ નહિં રાખતા બેન્કોએ દંડ પેટે રૂ.૧૦,૦૦૦ કરોડની કમાણી કરી છે. જેમાં ૧૮ જાહેર ક્ષેત્રની બેન્કોએ છેલ્લા ત્રણ વર્ષમાં રૂ.૬૧પપ કરોડ વસુલ્યા છે. જ્યારે ખાનગી બેન્કો દ્વારા રૂ.૩પ૬૭ કરોડ વસુલવામાં આવ્યા છે એવું રાજ્ય કક્ષાના નાણા મંત્રી અનુરાગ ઠાકોરે જણાવ્યુ હતું.

જો કે, પ્રધાન મંત્રી જન ધન યોજના ખાતા પાસેથી દંડ વસુલ્યો નથી. દેશની અગ્રણી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એપ્રિલ ર૦૧૭માં ફરી મિનિમમ બેલેન્સના કાયદાને અમલમાં મુક્યો હતો તે પછી નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮માં બેન્કે રૂ.ર૪૦૦ કરોડ મિનિમમ બેલેન્સની પેનલ્ટી સ્વરૂપે સ્વિકાર્યા છે.

નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂ.૮૬ર કરોડનો નેટ પ્રોફિટ કર્યો હતો. એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્ક મહત્ત્મ બેલેન્સ મર્યાદા રૂ.૧૦,૦૦૦ સુધીની રાખી છે. જ્યારે પંજાબ નેશનલ બેન્ક મિનિમમ બેલેન્સની લિમિટ રૂ.ર૦૦૦ અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ મિનિમમ બેલેન્સની લિમિટ રૂ.૩૦૦૦ રાખી છે.

બેન્કો મેટ્રો, અર્બન, સેમી અર્બન અને ગ્રામિણ વિસ્તારમાં દંડ અલગ રીતે વસુલે છે. બેન્કો દ્વારા બધા જ દિવસના ક્લોઝિંગ દિવસની ગણતરી કરવામાં આવે છે તે પછી કુલ દિવસની સંખ્યાના આધારે દંડ વસુલ કરવામાં આવે છે.

Read Also

Related posts

જલ્દી પતાવી લો તમારા જરુરી કામ, માર્ચમાં આ કારણે સતત 8 દિવસ બંધ રહી શકે છે બેન્ક

Ankita Trada

દુનિયામાં ફેલાયેલી મહામારીએ રગદોળ્યું વૈશ્વિક શેરબજાર, રોકાણકારોને રાતે પાણીએ રોવાનો આવ્યો વખત

Ankita Trada

કોરોના વાયરસના કારણે ગ્લોબલ અર્થતંત્ર ખોરવાયું, વૈશ્વિક ઈકોનોમીમાં 250 અબજ ડૉલરનો ફટકો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!