GSTV

UNમાં પ્રેસિડેન્ટ બાયડેન આપી રહ્યા હતા સ્પીચ તે જ સમયે એલર્ટ થઇ ગયા F-16 એરક્રાફ્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Last Updated on September 22, 2021 by Pritesh Mehta

મંગળવારે જે સમયે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાયડેન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા તે જ સમય સુરક્ષાને લઈને એક મોટી સમસ્યા ઉભી થઇ ગઈ. જોકે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. એક નાનું એરક્રાફ્ટ ન્યુયોર્કના ટેમ્પરરી ફ્લાઇટ રિસ્ટ્રિક્શન એરિયામાં ઘુસી ગયું. તે સમયે ન્યુયોર્કમાં દુનિયાના મોટા નેતાઓ હાજર હતા. સેજના 182 એરક્રાફ્ટ મંગળવારે લગભગ 2 વાગ્યાની આસપાસ ટીએફઆરમાં ઘુસી આવ્યું. બાદમાં એફ-16 ફાઈટર જેટ્સ એક્ટિવ થઇ ગયા અને કોઈ અપ્રિય ઘટના થાય તે પહેલા જ તેને ટીએફઆરથી દૂર લઇ ગયા.

બાયડેન

શું છે ટીએફઆર?

ન્યુયોર્કમાં જ્યાં વીઆઈપી મૂવમેન્ટ થતી હોય તો તેને ટીઆરએફ જાહેર કરવામાં આવે છે. સોમવારે સાડા ચાર વાગે મંગળવારે 3.45 વાગ્યા સુધી એક ખાસ વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. હડસન નદીથી પૂર્વ નદી સુધીના વિસ્તારને ફ્લાયિંગ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. મામલો એટલા માટે પણ ગંભીર છે કારણ કે મંગળવારે ન્યુયોર્કમાં યુએન બિલ્ડિંગમાં યુએન જનરલ એસેમ્બલીની શરૂઆત થઇ અને વિશ્વના નેતાઓ તેમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

પીએમ મોદી ન્યુયોર્ક જવા રવાના

પીએમ નરેન્દ્ર મોદી બુધવારે આ મહાસભામાં સામેલ થવા માટે અમેરિકાના પ્રવાસે ગયા છે. તેમને કહ્યું હતું કે આ પ્રવાસથી અમેરિકા સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ મજબૂત કરવાની તક મળશે. પીએમએ કહ્યું, ‘હું અમેરિકામાં મહામહિમ રાષ્ટ્રપતિ જો બાયડેનના આમંત્રણ પર 22થી 25 સપ્ટેમ્બર સુધી અમેરિકાનો પ્રવાસ કરીશ. આ દરમ્યાન રાષ્ટ્રપતિ બાયડેન સાથે વૈશ્વિક રણનીતિક ભાગીદારી અને આંતરિક લાભોના વિસ્તાર અને ગ્લોબલ મુદ્દાઓ પર વિચારવિમર્શ કરીશ.’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

pratik shah

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!