તોફાની બાળકોને સુધારવા માટે માતાપિતા સમયે સમયે તેમના બાળકોને માર મારતા હોય છે. પરંતુ હવે બાળકોને મારવું તે ગુનો ગણાશે. આ માટે કાયદામાં સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. હવે બાળકને થપ્પડ મારવી ગેરકાયદેસર બની ગઈ છે અને એવું કરવા પર માતા પિતાને સજા પણ થઈ શકે છે.

બાળકોને પણ રક્ષણનો અધિકાર
એક સમાચાર મુજબ, વેલ્સમાં સોમવારથી બાળકોને થપ્પડ મારવી ગેરકાયદેસર બની ગયું છે. સ્થાનિક ચિલ્ડ્રન એક્ટ મુજબ બાળકને કોઈપણ પ્રકારની શારીરિક સજા આપવી ગુનો છે. બાળકોને પણ પુખ્ત વયના લોકોની જેમ તેમની સુરક્ષા માટે સમાન અધિકાર આપવામાં આવ્યો છે અને આવું કરનારાઓની વિરુદ્ધ યોગ્ય સજાની જોગવાઈ પણ છે.
ભૂતકાળમાં જે બન્યું તેનાથી આગળ વધવાની જરૂર
આ કાયદો માત્ર દેશમાં રહેતા લોકો માટે જ નહીં પરંતુ વેલ્સમાં આવતા દરેક લોકોને લાગુ પડશે. વેલ્સ હવે તેવા 60 દેશની લિસ્ટમાં આવી ગયું છે જ્યાં બાળકોની સુરક્ષા માટે કાયદો બનાવાયો છે. મંત્રી માર્ક ડાર્કફોર્ડે કહ્યું કે હવે આ બાબતે ખૂબ જ સ્પષ્ટ વલણ અપનાવવાની જરૂરિયાત છે અને ભૂતકાળમાં જે બન્યું તેનાથી આગળ વધવાની જરૂર છે. તેમણે કહ્યું કે મોડર્ન વેલ્સમાં શારીરિક સજા માટે કોઈ જગ્યા નથી.
2020 માં બાળકોને શારીરિક સજા પર સંપૂર્ણપણે બેન મૂક્યો હતો
સ્કોટલેન્ડે નવેમ્બર 2020 માં બાળકોને શારીરિક સજા પર સંપૂર્ણપણે બેન મૂક્યો હતો. ઈંગ્લેન્ડમાં, માતાપિતા બાળકને થપ્પડ મારી શકે છે, પરંતુ તેનાથી ઈજા, સોજો અથવા ખરોચ ન આવવી જોઈએ. જો બાળકના શરીર પર આવા કોઈ નિશાન જોવા મળે તો સંબંધિત માતાપિતા સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે. આ કાયદાની સાથે વેલ્સમાં પણ આ પ્રકારના કેટલાક અપવાદ લાગુ કરવામાં આવ્યા છે. આમાં, બાળકને સજા કરતી વખતે તેની ઉંમર, મારવાની રીત અને શરીર પર કોઈ ઈજાના નિશાનને પણ ધ્યાનમાં લેવામાં આવશે. વેલ્સમાં સામાજિક સેવા વિભાગના નાયબ મંત્રીએ કહ્યું કે બાળકો અને તેમના અધિકારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો ઐતિહાસિક નિર્ણય છે.
દુનિયામાં સૌથી પહેલા વપ્શ 1979માં સ્વીડનમાં બાળકો માટે આવો કાયદો લાવવામાં આવ્યો હતો. સ્કૂલોમાં શારીરિક સજા આપવાના વિરુદ્ધ પણ 117 દેશોમાં કાયદા અમલમાં છે. અમેરિકા અને આફ્રિકા અને એશિયાના ઘણા દેશોમાં માતા-પિતાની તરફથી બાળકોને શારીરિક સજા આપવા સામે કોઈ કાયદો નથી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો
- આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ
- ચીનના સૈન્ય અભ્યાસ પછી તાઈવાને પણ શરૂ કરી લાઈવ ફાયર આર્ટલરી ડ્રિલ, મોટી સંખ્યામાં જવાનો લેશે ભાગ
- એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં
- ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો