Last Updated on February 25, 2021 by Pritesh Mehta
સ્લમડોગ મિલ્યોનેર સલીમ મલિકનું પાત્ર ભજવનાર કલાકાર મધુર મિત્તલ સામે ખાર પોલીસ સ્ટેશનમાં તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પર જાતીય સતામણી અને તેની મારપીટ કરવા બાબતે ગુનો નોંધાયૌ છે. પોલીસ સૂત્રોનુસાર આ ઘટના ૧૩ ફેબુ્રઆરીના બની હતી. એવો આરોપ છે કે મધુર ફરિયાદીના ઘરમાં ઘુસી ગયો હતો અને તેના પર હુમલો કર્યો હતો. આ પ્રકરણે હજી કોઈ ધરપકડ થઈ નથી પણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ સંદર્ભે ફરિયાદીના વકીલે એવો આરોપ કર્યો હતો કે બાંદરામાં રહેતી ફરિયાદીની ઓળખ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં મધુર સાથે થઈ હતી ત્યારબાદ ફક્ત પંદર જ દિવસમાં દારૃના નશામાં તેણે ફરિયાદી પર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ તેની સાથેના તમામ સંબંધ તોડી નાંખ્યા હતા. જો કે ત્યારબાદ બે દિવસ પછી તે ફરિયાદીના ઘરમાં જબરજસ્તી ધુસી આવ્યો હતો અને તેની સતામણી કરી મારપીટ કરી હતી. પોલીસે આ પ્રકરણે એફઆઈઆર નોંધી વધુ તપાસ આદરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
