GSTV
Gujarat Government Advertisement

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે ઝૂંપડપટ્ટીવાસીઓ પહોંચ્યા હાઈકોર્ટ, કહ્યું – મૌખિક ખાતરી પછી પણ થયું નથી પુનર્વસન

Last Updated on June 8, 2021 by Vishvesh Dave

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદની ઝૂંપડપટ્ટી કોલોનીમાંથી હટાવવામાં આવેલા 318 લોકોએ પુનર્વસન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચે સોમવારે વિસ્થાપિતોની અરજી પર સુનાવણી કરી. ખંડપીઠે અરજીની આગોતરી નકલો વેસ્ટર્ન રેલ્વે, નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી ગુરુવારે થશે.

મજૂર સંગઠન ‘બંદકેમ મઝદૂર સંગઠન’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં સાબરમતી વિસ્તારની જેપી ની ચલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ કહ્યું છે કે તેઓ 30 વર્ષથી તે વિસ્તારમાં રહે છે અને ત્યાંથી કોઇપણ પ્રકારના પુનર્વસન યોજના વગર તેમને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

મૌખિક ખાતરી મળી હતી

પિટિશન પ્રમાણે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને પુનર્વસનની મૌખિક ખાતરી આપી હતી પરંતુ રેલવે વહીવટી તંત્રએ 22 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ ઝૂંપડપટ્ટીવાસીઓને ખાલી કરવાની નોટિસ આપી હતી.

પુનર્વસનની માંગ

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રેલવે વહીવટી તંત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પશ્ચિમ રેલ્વે સમક્ષ રજૂઆતો કરવા છતાં 15 માર્ચે રહેવાસીઓનાં મકાનો તોડી પાડવાનું શરૂ કર્યું હતું. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે ઝૂંપડપટ્ટીના રહીશોનું વહેલી તકે પુનર્વસન કરવામાં આવે.

ALSO READ

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!